દારૂના શોખીન ગુજરાતીઓને મોટો ઝટકો, ગોવા-રાજસ્થાનથી દારૂ પીને રિટર્ન થાઓ તો આવુ ન કરતા
Ahmedabad RTO Cancel Licence : ગોવા સહિત રાજસ્થાન ફરવા જતા અમદાવાદીઓ દારૂ પીને ભાન ભૂલી જાય છે. તેઓ ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત ઓવર સ્પીડમાં વાહન હંકારતા હોવાની પણ ફરિયાદો ઉઠી
Ahmeabad News : દારૂના શોખીન ગુજરાતીઓ માટે ગોવા અને રાજસ્થાન સ્વર્ગ સમાન છે. દારૂ પીવા માટે ગુજરાતીઓ આ રાજ્યોમાં છાશવારે ઉપડી જતા હોય છે. પરંતુ જો તમે દારૂ પીને આ રાજ્યોથી પરત ગુજરાતમાં ફરી રહ્યા હોવ તો હવે સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે, અમદાવાદ આરટીઓ દ્વારા મોટું પગલુ લેવાયું છે. ગોવા રાજસ્થાનથી દારૂ પીને છાટકા થયેલા 300 થી વધુ અમદાવાદીઓના લાઈસન્સ રદ થયા છે. ચાલુ વર્ષે 100 થી વધુ લાઈસન્સ રદ કરાયા છે.
આંતરરાજ્ય પોલીસ દ્વારા અમદાવાદ આરટીઓને આ અંગે રજૂઆત કરવામાં આવી છે. જેને કારણે અમદાવાદ આરટીઓ દ્વારા આ પગલું ભરાયું છે. ગોવા સહિત રાજસ્થાન ફરવા જતા અમદાવાદીઓ દારૂ પીને ભાન ભૂલી જાય છે. તેઓ ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત ઓવર સ્પીડમાં વાહન હંકારતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. જેથી તે રાજ્યની પોલીસે નિયમનો ભંગ કરનારાઓ સામે એક્શન લીધા છે. જેમાં મોટાભાગે ગુજરાતીઓ છે.
ગુજરાતમાં મહિલાને જીવતી સળગાવાઈ, ઉશ્કેરાયેલા વહુના પિયરવાળાએ સાસુને સળગાવી
આ બાબતને ધ્યાનમાં લઈને અમદાવાદ આરટીઓએ 300 જેટલા અમદાવાદીઓનું લાઈસન્સ રદ કર્યું છે. જેમાં સૌથી વધુ ભલામણ ગોવા પોલીસ દ્વારા કરાઈ છે. આમ, ગુજરાતીઓને તેમનો દારૂનો શોખ મોંઘો પડી રહ્યો છે.
આ લાઈસન્સ રદ થયા બાદ 6 મહિના સુધી નવા લાઈસન્સ માટે અરજીપાત્ર પણ રહેતા નથી. તેથી હવે જો બીજા રાજ્યમાં દારૂ પીને છાટકા કર્યા તો તમારું આવી બનશે.
નોંધી લેજો, આ ઉમેદવારો જ આપી શકશે તલાટીની પરીક્ષા
અમદાવાદના 300 લોકોના લાઈસન્સ સુભાષબ્રિજ આરટીઓ દ્વારા રદ કરાયા છે. જેમાં જોખમી વાહન હંકારવું, બાઈક રેસિંગ, તથા બેજવાબદારીપૂર્વક ગાડી હંકારવું પણ સામેલ છે. આ માટે વાહનચાલકોને નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા બોલાવવામાં આવે છે.