અમદાવાદ: RTOમાં સામે આવ્યું કૌભાંડ, વૈભવી કારમાં થઇ લાખોની ટેક્સ ચોરી
અમદાવાદ પશ્ચિમ આરટીઓમાં વૈભવી કારના ટેક્સમાં લાખોની ચોરીમાં છ મહિના પછી ફરિયાદ નોંધાઈ છે. આ કૌભાંડમાં એક એજન્ટની પણ સંડોવણી સામે આવી છે. એકતરફ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું કે, આરટીઓમાં એજન્ટોને પ્રવેશવું નહિ પણ તેમ છતાં આરટીઓમાં એજન્ટોનો રાફડો ફાટી નીકળ્યો છે.
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ પશ્ચિમ આરટીઓમાં વૈભવી કારના ટેક્સમાં લાખોની ચોરીમાં છ મહિના પછી ફરિયાદ નોંધાઈ છે. આ કૌભાંડમાં એક એજન્ટની પણ સંડોવણી સામે આવી છે. એકતરફ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું કે, આરટીઓમાં એજન્ટોને પ્રવેશવું નહિ પણ તેમ છતાં આરટીઓમાં એજન્ટોનો રાફડો ફાટી નીકળ્યો છે.
સુભાસબ્રિજ પાસે આવેલ આરટીઓ કચેરીમાં 1.64 કરોડની કિંમતની રેન્જ રોવર કારની કિંમત રૂપિયા 66 લાખ બતાવીને અંદાજે 10 લાખની ટેક્સચોરી કરાઇ હોવાનુ કૌભાંડ બહાર આવ્યું છે. નવાઈ વાત તો એ છે કે, આ કાર કૌભાંડમાં છ મહિના પછી આરટીઓ અધિકારીએ પોલીસ ફરિયાદ કરતા અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. ગત જાન્યુઆરી મહિનામાં આરટીઓમાં એક નવી રેન્જ રોવર કાર રજિસ્ટ્રેશન માટે આવી હતી.
આ કારની ખરીદી દિલ્હીના ડીલર પાસેથી કરવામાં આવી હતી. આરટીઓમાં કારમાલિક ચિરાગ પટેલ અને તેમના એજન્ટ રાજ શાહે કારનું 66 લાખનું બિલ રજૂ કર્યું હતું. કાર પર 6 ટકા લેખે 3.96 લાખનો ટેક્સ ભરી દીધો હતો. પરંતુ જયારે સાચી હકીકત બહાર આવી ત્યારે આ કારના મોડલ પ્રમાણે 1.64 કરોડની રેન્જ રોવર કારની કિંમત પ્રમાણે 12 ટકા લેખે 14.87 લાખ ટેક્સ થતો હતો. પરંતુ એજન્ટ અને કાર માલિકે દસ લાખની કરચોરી કરી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની શોભા વધારશે કાંટાળી વનસ્પતિની 400 પ્રજાતિ, બનશે કેક્ટ્સ ગાર્ડન
આરટીઓ ક્લાર્કે એજન્ટને તારીખ 16 જાન્યુઆરી 2019ની રસીદ આપી હતી. ત્યારબાદ આ કાર વિષે સ્ટાફમાં ચર્ચા થતાં ઈમ્પોર્ટેડ 'રેન્જ રોવર' કાર મોંઘી હોવા છતાં ઓછી કિંમત દર્શાવીને કારમાલિકે ટેક્સ ભરી દીધો હોવાનું જાણવા મળ્યું હતું. રસીદ આપ્યા બાદ અધિકારીઓ-કર્મચારીઓની મિલીભગતથી ગેરરીતી થયાની શંકા જાગી હતી અને સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ અધિકારીઓ-કર્મચારીઓએ એકબીજા પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. ટેક્સચોરીથી સરકારની તિજોરીને આશરે દસ લાખનું નુકસાન થયું હતું. તે વખતે આરટીઓ એસ.પી. મુનિયા દ્વારા જાન્યુઆરીમાં ક્લાર્ક ક્રિષ્ના ઠાકોરને નોટિસ પણ અપાઇ હતી.
અંબાજીના ત્રિશુળીયા ઘાટ નજીક ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે જ મોત
જોકે ક્લાર્કે આજ સુધી જવાબ આપ્યો નથી. અંતે ઈન્વેસ્ટિગેશન થતાં આજે છ મહિના પછી આરટીઓ હેડ ક્લાર્કે રેન્જ રોવર કારના માલિક ચિરાગ પટેલ અને આરટીઓ એજન્ટ રાજ શાહ વિરુદ્ધમાં રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરટીઓમાં એજન્ટ રાજ પર કાબુ લાવવા માટે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પણ બહાર પાડ્યું હતું અને આરટીઓમાં એજન્ટ પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે જો કે આરટીઓના અધિકારીઓ કમાણી કરવા એજન્ટોને ખુલ્લો દોર આપી રહ્યા છે.
આરોપી એજન્ટ રાજ શાહ સામે અગાઉ પણ સાબરમતી પોલીસસ્ટેશનમાં આ જ રીતના કૌભાંડની ફરિયાદ નોંધાઇ અને આ બીજી ફરિયાદ નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે, રેન્જ રોવર કાર ટેક્સચોરીના મામલે અધિકારીઓ-કર્મચારીઓની મિલીભગતથી ગેરરીતી થઇ હતી. આમાં ટ્રાન્સપોર્ટ વિભાગના હેડ કલાર્કથી લઇ રસીદ ઇશ્યૂ કરનાર કલાર્કની પૂરેપૂરી સંડોવણી હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. તેમ છતાં તેમના પર કોઈ કાર્યવાહી આજ સુધી થઇ નથી અને છ મહિના પછી આરટીઓ તંત્ર જાગ્યું અને ફરિયાદ નોંધાવી તે જ બાબતો આરટીઓના ભ્રષ્ટ તંત્ર પર શંકાની સોંય ઉપજાવે છે.