મૌલિક ધામેચા, અમદાવાદ: જો તમે મોટર ડ્રાઇવિંગ સ્કૂલ માં વાહન હંકારવાનું શીખવા જતા હોય તો ચેતી જજો...કારણ કે ક્યાંક આ મોટર ડ્રાઇવિંગ સ્કૂલનું લાઇસન્સ રદ્દ તો નથી થયું ને! તે ચકાસીને વાહન હંકારતા શીખજો... મોટર ડ્રાઇવિંગ સ્કૂલ આરટીઓના નિયમોનું પાલન નથી કરી શકતા તો તેઓ વાહન ચાલકોને ટ્રાફિક નિયમન અને વાહન હંકારવા માટેના જરૂરી નિયમો કઈ રીતે શીખવશે? તે પણ સવાલ ઉભો થાય છે જેને લઇ અમદાવાદ આરટીઓએ કડક કાર્યવાહી કરી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતિની હત્યારણ પત્ની અને તેના પ્રેમીને આજીવન કેદની સજા


અલગ-અલગ આઠ મોટર ડ્રાઇવિંગ સ્કૂલના લાયસન્સ કાયમી માટે રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.  જેમાં સારથી મોટર ડ્રાઈવિંગ સ્કૂલ, ખુશી મોટર ડ્રાઈવિંગ સ્કૂલ, રૂચિ મોટર ડ્રાઈવિંગ સ્કૂલ, જયસ્વાલ મોટર ડ્રાઈવિંગ સ્કૂલ, રમેશ મોટર ડ્રાઈવિંગ સ્કૂલ, કાવ્યા મોટર ડ્રાઈવિંગ સ્કૂલ, ભારતી મોટર ડ્રાઈવિંગ સ્કૂલ, અને જીત મોટર ડ્રાઈવિંગ સ્કૂલનો સમાવેશ થાય છે. 


જુઓ LIVE TV


ગુજરાતના વધુ સમાચારો માટે કરો ક્લિક...