અમિત રાજપૂત/અમદાવાદ :સરદાર પટેલની 144મી જયંતી (Sardar Vallabhbhai Patel) પર રાજ્યના 33 જિલ્લામાં રન ફોર યુનિટી (Run For Unity) નું આયોજન કરાયું છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમિત્તે અમદાવાદ (Ahmedabad) માં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સીએમ રૂપાણી (Vijay Rupani) એ અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેડિયમમાં રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી હતી. અમદાવાદનાં શાહીબાગ પોલીસ હેડકવાર્ટર થી ડફનાળા થઈને સરદાર સ્મારક સુધી રન ફોર યુનિટીનું આયોજન કરાયું હતું. રન ફોર યુનિટીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીલીઝંડી બતાવી શરૂઆત કરાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


રન ફોર યુનિટીમાં પોલીસનાં જવાનો, અધિકારીઓ, પેરા મિલીટરી ફોર્સનાં જવાનો, એન.સી.સી. નાં કેડેટ અને નાગરીકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, તમામ લોકો એક થાય અને દેશ તોડનારા દુશ્મનોને જવાબ આપે કે તેમના મનસુબા સફળ નહી થશે.



અમદાવાદમાં રન ફોર યુનિટીનાં આયોજન દરમિયાન પ્રથમ વખત ફિટનેસ ટ્રેનર્સ અને ઝુમ્બા ફિટનેસનાં ટ્રેનર્સ દ્વારા વિવિધ ફિલ્મી ગીતો પર રન ફોર યુનિટી પહેલા અલગ-અલગ કસરતો કરાવી હતી. ટ્રેનર્સ દ્વારા આયોજિત વિવિધ અવનવા કસરતનાં સ્ટેપ્સને જોઇને પોલીસ જવાનો અને નાગરિકો પણ તેમની સાથે વિવિધ કસરતોમાં જોડાયા હતા.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :