* દિવસ હોય કે રાત ઘરફોડ ચોરી જ વ્યવસાય હતો ચોર ગેંગનો
* ચડ્ડી-બનિયાનધારી રાજ્યના અલગ અલગ જિલ્લા અને શહેરોમાં ચોરી ને આપી ચૂકી છે અંજામ
* ચડ્ડી-બનિયાનધારી ગેંગ પ્રતિકાર માટે પથ્થર તીક્ષ્ણ હથિયાર અને રિવોલ્વર પણ રાખતી સાથે
* બે વર્ષમાં ૩૦ થી વધુ ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂકેલી ગેંગ આખરે સકંજામાં
* ઘર , ઓફિસ કે મંદિર મસ્જીદ ગમે ત્યાં ચોરી કરતી ચડ્ડી-બનિયાનધારી ગેંગ
* અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ગેંગના સાથ શખ્સોને ઝડપી મોટી સફળતા  પ્રાપ્ત કરી
* ચોરીમાં ગયેલ રિવોલ્વર અને પાંચ લાખથી વધુનો મુદ્દામાલ પણ ગેંગ પાસેથી કબજે કરાયો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેર ગ્રામ્ય  LCBએ  ઘરફોડ ચોરી કરતી ચડ્ડી-બનિયાનધારી ગેંગના સાગરીતોની ધરપકડ કરી 30થી વધુ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પકડાયેલા સાતેય આરોપીઓ અગાઉ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂકયા હોવાની કબૂલાતને પગલે પોલીસે વધુ ગુનાના ભેદ ઉકેલાય તે દિશામાં તપાસ શરૂ કરી છે. સાથે જ ચોરી કરેલ પાંચ લાખથી વધુનો મુદ્દામાલ અને રિવોલ્વર પણ કબજે કરી છે. 


પ્રધાનમંત્રી મોદીનું દેશને આત્મનિર્ભર બનાવવાનું સપનુ સુરતીઓએ કર્યું પૂરુ


પોલીસ કસ્ટડીમાં દેખાઇ રહેલ આ સાતેય આરોપીઓ ચડ્ડી-બનિયાનધારી ગેંગના છે. જેમણે ઘરફોડ ચોરી કરી રાજ્યભરમાં તરખાટ મચાવ્યો હતો. છેલ્લા બે વર્ષમાં 30થી વધુ ગુનાને અંજામ આપી ચૂકેલી ચડ્ડી-બનિયાનધારી આખરે પોલીસના હાથે આવી છે , ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબી દ્વારા સંખ્યાબંધ ગુનાનો ભેદ ઉકેલવા પ્રયાસો શરૂ કરાયા છે. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર શૈલેષ ઉર્ફે શેલો કટારા ઉંમરમાં ભલે નાનો હોય પરંતુ ઘરફોડ ચોરી કરવામાં એટલો જ ચાલક અને માસ્ટર માઈન્ડ છે. તેમ છતાં પણ લાંબો સમય સુધી પોલીસ પકડથી દૂર નથી રહ્યો. ગેંગના સાથે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. 


‘મારો પતિ ઘરે નથી..’ કહીને પત્ની પુરુષોને બોલાવતી, અને પછી....


પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે, ચડ્ડી-બનિયાનધારી ગેંગનો ઘરફોડ ચોરી માટે અનોખી જ મોડેસ ઓપરેન્ડી હતી. જેના માટે ગેંગના સાગરિતો પહેલેથી જ સજ્જ રહેતા અને રેકી કરેલા સ્થળ ઉપર પોતાનો વેશ ધારણ કરી હથિયારથી સજજ થઈને ચોરીના ગુનાને અંજામ આપતી. એટલું જ નહીં પરંતુ ઘરફોડ ચોરી દરમિયાન કોઈ જાગી જાય અથવા પ્રતિકાર કરે તો તેમને ઈજા પહોંચાડી અને ફરાર પણ થઇ જતા. હાલ તો આ ગેંગે છેલ્લા એક વર્ષમાં રાજકોટ, હિંમતનગર, સુરત , ખેડા સહિત અન્ય જિલ્લાઓમાં પણ ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી છે. અને 30 થી વધુ ગુનાને અંજામ આપ્યો હોવાની હકીકત સામે આવતા પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે. ચડ્ડી-બનિયાનધારી ગેંગના સાગરીતોએ અમદાવાદ ગ્રામ્યના અનેક વિસ્તારોમાં ચોરી કર્યા ની કબુલાત કરતા એ પણ સામે આવ્યું કે તાજેતરમાં જ રાજકોટ માં એક ફેક્ટરીનું શટર તોડીને ચોરી કરતા રિવોલ્વર પણ ચોરી કરેલી......જેની સાથે છ કારતૂસ પણ ચોરી કરેલા જે પોલીસે કબ્જે કરી સીસીટીવી ફૂટેજ આધારે અન્ય ગુનાના ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube