મૌલિક ધામેચા/અમદાવાદ: ખેતરનો પાક બગાડતી નિલગાયને ભગાડવા બાબતે એક ખેડૂતની હત્યા થઈ હોવાનુ સામે આવ્યુ છે. ખેતરમાં આવેલી નીલગાયને ભગાડવા બાબતે થયેલી તકરારમાં ખેડૂતની હત્યા કરવામા આવી હતી. જેની તપાસ કરતા કણભા પોલીસે હત્યારાની ધરપકડ કરી છે. જોકે આરોપી વિરુદ્ધ પુરાવા એકઠા કરવા માટે રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં H3N2 વાયરસના ડર વચ્ચે કોરોના વિસ્ફોટ, આજે સૌથી વધુ અમદાવાદમાં કેસ નોંધાયા


ગત 4 ફેબ્રુઆરીએ કણભા ગામની સીમમાં યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેની તપાસ કરતા કણભા પોલીસે હત્યા ની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. જે બાદ હત્યાનુ કોઈ કારણ સામે આવી રહ્યુ ન હતુ.જેથી પોલીસે મરણજનાર લાલજી પ્રતાપજી ઠાકોર ના મોબાઇલ ની કોલ ડિટેઇલ્સ તપાસ કરતા હત્યાના સમય કરતા પહેલા એક ફોન કર્યો હોવાની હકિકત સામે આવી હતી. જેની તપાસ કરતા હત્યા નો ભેદ ઉકેલાયો છે.


વધુ એક આગાહીથી ગુજરાતમાં ફફડાટ: 2 દિવસ ગરમીના પ્રકોપ બાદ આ વિસ્તારોમાં મેઘો મંડાશે!


મૃતક લાલા ઠાકોરની કોલ ડીટેઈલ તપાસ કરતા છેલ્લો નંબર રૂમાલ ચુનારાનો હતો. કે જે લાલા ઠાકોરની જમીનમા ખેતી કરતો હતો અને નિલગાય ખેતીના પાકને નુકસાન પહોંચાડતા હતા. જેથી આરોપી રૂમાલ ચુનારા એ લાલા ઠાકોર ને નીલગાય ભગાડવા બાબતે ખેતરે બોલાવ્યો હતો. જે મુદ્દે બન્ને વચ્ચે તકરાર થયો હતો. જે તકરારમા લાલજી એ રૂમાલ ને માર માર્યો હતો. જેથી રૂમાલ ચુનારાએ લાકડાના ફટકા મારી હત્યા નિપજાવી હતી. જેની તપાસ માટે અને હત્યા માટે વપરાયેલ હથિયાર મેળવવા માટે આરોપી ના રિમાન્ડ મેળવવામા આવ્યા છે.


અંબાજીમાં મોહનથાળ નહીં ચિક્કી! ગુજરાત સરકારે લીધો નિર્ણય, મંત્રીએ આપ્યા આ કારણો


હત્યાના ગુનામા ઝડપાયેલા આરોપી એ હત્યા બાદ પોતાનુ નિયત કામ પણ કર્યુ હતુ. અને ગામમા જ હોવાની સામે આવ્યુ છે. સાથે જ પોલીસે હત્યા માટે વપરાયેલ લાકડા નો ધોકો કબ્જે કરવા માટે આરોપીને સાથે રાખી તપાસ હાથ ધરી છે. ઉપરાંત હત્યા માટે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.