‘આઈ લવ યુ, આઈ મિસ યુ, મારે તને મળવું છે’: ગંદા મેસેજ કરતો અને મેદાનમાં રમી રહેલી છાત્રાઓને જોઈ રહેતો...
Ahmedabad News : અમદાવાદના મેમનગરમાં આવેલા સેન્ટ ઝેવિયર્સમાં પીટી શિક્ષક વિદ્યાર્થીનીઓને વાંધાજનક મેસેજ મોકલતો, જેની ધરપકડ કરવામાં આવી છે
Ahmedabad News : તમે જેવા કર્મ કરો એવી જ સજાના હકદાર બનો છે. સ્વર્ગ કે નર્ક ભગવાન તમને અહીંયાં જ દેખાડે છે. મૃત્યું બાદ શું થશે એની કોઈને ખબર નથી પણ તમે જેવા કર્મો કરો છો એવું જીવન તમે અહીં પૃથ્વી પર ભોગવો છે. અમદાવાદ શહેરના મેમનગરમાં આવેલા સેંટ ઝેવીયર્સ લોયાલા સ્કૂલના પૂર્વ પીટી ટીચર ડૉ. રવિન્દ્રસિંહ ચૌહાણની પાસા હેઠળ ધરપકડ કરીને ભૂજની જેલમાં મોકલી અપાયો છે. ડૉ. રવિન્દ્રસિંહ ચૌહાણ વિરૂદ્વ શાળાના વિદ્યાર્થીનીઓને વાંધાજનક મેસેજ મોકલવાની સાથે ખોટી હરકત કરવાના કેસમાં ગત ઓક્ટોબર-૨૨માં તેના વિરૂદ્વ પોક્સો , આઇટી એક્ટ સહિતના ગુના નોંધાતા ધરપકડ થઇ હતી.
મેમનગરમાં આવેલી સેટ ઝેવીયર્સ લોયાલામાં અગાઉ પીટી ટીચર તરીકે ફરજ બજાવતા ડૉ. રવિન્દ્રસિંહ ચૌહાણ વિરૂદ્વ ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં તેના પર આરોપ મુકાયો હતો કે સ્કૂલમાં આવતા વિદ્યાર્થીનીઓને ગંદા મેસેજ મોકલતો હતો અને પ્લે ગ્રાઉન્ડમાં તે વિદ્યાર્થીનીઓને જોઇ ખોટા ઇશારા પણ કરતો હતો. આ કેસમાં તેની ધરપકડ થઇ હતી અને થોડા સમય પહેલા જામીન મળ્યા હતા. પરંતુ, ગુનાના ગંભીરતાને જોઇને ગુજરાત યુનિવર્સીટી પોલીસે તેના વિરૂદ્વ પાસાની દરખાસ્ત કરી હતી. જે મંજુર થતા તેની ધરપકડ કરીને પાસા હેઠળ ભૂજ જેલ ખાતે મોકલી આપ્યો હતો.
આ પણ વાંચો :
ગુજરાતના ડુંગળીના ખેડૂતોની સમસ્યા દૂર કરવા પંજાબના મુખ્યમંત્રી માનની મોટી જાહેરાત
આ તો કળજુગ છે કળજુગ... સુરેન્દ્રનગરમાં બાળકીના મૃતદેહ સાથે કરાયું દુષ્કર્મ
આરોપ એવો હતો કે, તે ‘આઈ લવ યુ, આઈ મિસ યુ, મારે તને મળવું છે.’ તેવા મેસેજ મોકલતો હતો. રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ એક વિદ્યાર્થિનીનાં માતાપિતાએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ઓક્ટોબર 2022માં ફરિયાદ નોંધાવી હતી, જેમાં એવી રજૂઆત હતી કે, રવિરાજસિંહ ચૌહાણ છોકરીઓને ઇન્સ્ટાગ્રામ પરથી ગંદા મેસેજો મોકલતો હતો. આટલું ઓછું હોય તેમ ધોરણ 9ની છાત્રાઓ જ્યારે ગ્રાઉન્ડમાં રમતી હોય ત્યારે તે છોકરીઓને જોઈ રહેતો અને ગંદા ઈશારાઓ કરતો હતો. આ મામલે કોઈ પણ ફરિયાદ કરતું ન હતું કારણ કે પીટી ટીચર હોવાથી તે ગ્રાઉન્ડ પર જ હોય.... પરંતુ એક છોકરીના માતાપિતાએ આખરે કંટાળીને ઇન્સ્ટાના મેસેજો જોઈને આખરે ફરિયાદ કરી હતી. જેમાં પોલીસે પણ કડક કાર્યવાહી કરી કલમો લગાવી હતી. આમ છતાં તેને જામીન મળી જતાં હવે તેને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયો છે.
છોકરીની ફરિયાદને આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી. જોકે થોડા દિવસ બાદ તે જામીન પર છૂટી ગયો હતો. આથી પોલીસે પણ આ કેસમાં સબક શિખવવા માટે પાસા હેઠળ ધરપકડની દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સમક્ષ મોકલી આપી હતી, જેને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે મંજૂરી આપતા રવિરાજસિંહની ધરપકડ કરી ભુજ જેલમાં મોકલી દેવાયો હતો. શિક્ષક એ ગુરૂ ગણાય છે. જેના ભરોસે વાલીઓ બાળકોને સ્કૂલમાં મોકલતા હોય છે. જો શિક્ષકો જ આ પ્રકારનું વર્તન કરે તો વાલીઓએ કોનો ભરોસો કરવો એ સૌથી મોટો સવાલ છે. હવે પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરતાં હમણાં આ શિક્ષકનું જેલમાંથી નીકળવું ભારે પડશે.
આ પણ વાંચો :
ફરી અમરેલીની ધરા ઘ્રૂજી, 3.3 તીવ્રતાનો ભૂકંપના આંચકો આવતા લોકો ઊંઘમાંથી ઉઠી દોડ્યા
ઉમેશ પાલ હત્યાકાંડમાં મોટો ઘટસ્ફોટ, પૂર્વ સાંસદ પર હત્યાનો વધુ એક આરોપ, UPમાં ફરિયાદ