મૌલિક ધામેચા/અમદાવાદ: સાયબર ક્રાઇમે  ટ્રેક ટેસ્ટ વગર લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. એ આરટીઓની મિલી ભગતથી ચાલતા આ કૌભાંડમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ટેકનિકલ છેડછાડ કરીને લાયસન્સ ઇસ્યુ કરાવી આપતા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના આ શહેરમાં રોગચાળો વકર્યો, છેલ્લા 20 દિવસમાં 9 બાળકો સહિત 14 લોકોના મોત


આરટીઓમાં લાયસન્સને લઈને ચાલતી લાલિયા વાડી દૂર કરવા માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવ્યો છે. જો કે ટ્રેક ટેસ્ટ પાસ કરવી અઘરી બનતા કેટલાક લોકોએ શોર્ટકટમાં બારોબાર લાયસન્સ મેળવવાનો કારસો રચ્યો અને ગાંધીનગર આરટીઓમાં ફરજ બજાવતા બે એ આરટીઓની મીલીભગત થી એજન્ટોએ ટેસ્ટ આપ્યા વગર જ લાયસન્સ ઇસ્યુ કરાવી આપવાના કૌભાંડ ની શરૂઆત કરી. આરોપીઓ 10 હજાર રૂપિયામાં એક લાયસન્સ ઇસ્યુ કરાવી આપતા હતા.


આણંદમાં કરોડોનું ફુલેકુ ફેરવી મહિલા વિદેશ તો ભાગી ગઈ, પણ એક ભૂલના કારણે પકડાઈ ગઈ!


જો કે આર ટી ઓ ના અધિકારીને આ બાબત ની જાણ થતાં તેમણે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે પોલીસ એ તપાસ કરી એ આર ટી ઓ સમીર રતન ધારિયા, જયદીપસિંહ ઝાલા અને એજન્ટ ભાવીન શાહની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યુ છે કે અત્યાર સુધીમાં તેઓએ આ રીતે નવ લાયસન્સ ઇસ્યુ કરાવી આપ્યા છે. 


કાયદાનું ભાન કરાવતી પોલીસ જ ભૂલી કાયદો! સુરત પોલીસ કર્મીનો જ સ્ટંટ કરતો VIDEO વાયરલ


આરોપીઓ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે અરજદારો દ્વારા કરવામાં આવતી અરજીઓમાં ટેસ્ટ લીધા વગર જ લાયસન્સ કરાવી આપતા હતા.ટેકનિકલ છેડછાડ કરીને તેઓ લાયસન્સ ઇસ્યુ કરાવી આપતા હતા.છેલ્લા એક વર્ષ થી તેઓ આ રીતે લાયસન્સ ઇસ્યુ કરાવી આપતા હોવાનું સામે આવ્યું છે.જેમાં એજન્ટ ભાવીન શાહ અરજદારોને લઈ આવતો હતો અને ઓનલાઇન અરજી કરાવી તેની વિગતો અન્ય બે આરોપી ઓને આપતો હતો. 


પાટણમાં મોટી દુર્ઘટના! એક જ પરિવારના 5 સભ્યોને લાગ્યો વીજ કરંટ, 1નું દર્દનાક મોત


પોલીસે હાલમાં ત્રણેય આરોપી ઓની ધરપકડ કરીને આરોપીઓએ કોને કોને લાયસન્સ આપ્યા છે તે વધુ તપાસ શરૂ કરી છે.જો કે તપાસ દરમિયાન અન્ય કેટલાક એજન્ટો ની પણ ધરપકડ થઈ છે.


આ VIDEO તમારું હ્દય કંપાવી દેશે! વડોદરામાં BJP કાર્યકર પર હુમલાનો કથિત વીડિયો વાયરલ