અમદાવાદનો Shocking કિસ્સો : આ વૃદ્ધએ લિફ્ટમાં બાળકીની છેડતી કરીને વિકૃતિની હદ વટાવી
Shocking News : અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં બાળકી સાથે છેડતી... 62 વર્ષના વૃદ્ધે લિફ્ટમાં જતા સમયે ધોરણ 7 માં અભ્યાસ કરતી બાળકી સાથે અડપલા કર્યા
મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 62 વર્ષીય વૃદ્ધે હેવાનિયતની તમામ હદ વટાવી. દાદાની ઉંમરના વૃદ્ધ એવા વિકૃત બન્યાં કે ભાન ભૂલ્યા. પોતાના એપાર્ટમેન્ટમાં રહેતી નવ વર્ષની બાળકી શાળાએથી પરત ફરી લિફ્ટમાં પોતાના ઘરે જઈ રહી હતી, તે સમયે લિફ્ટમાં બાળકીની એકલતાનો લાભ લઈને વૃદ્ધે તેની સાથે અડપલાં કર્યા. જોકે બાળકીએ સમયસર માતા-પિતાને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાતા ચાંદખેડા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
આ વિકૃત માનસિકતા ધરાવતા વૃદ્ધનું નામ ભાનુપ્રતાપ રાણા છે. 62 વર્ષીય ભાનુપ્રતાપ રાણાએ હેવાનિયતની તમામ હદો વટાવતા તેને આ ઉંમરે જેલમાં જવાનો વારો આવ્યો છે. પકડાયેલા આરોપીએ પોતાની પૌત્રીની ઉંમરની બાળકી સાથે શારીરિક ચેનચાળા કરતા તેની ધરપકડ કરવામાં આવી છે. ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગોદરેજ ગાર્ડન સિટીમાં રહેતા પરિવારની 9 વર્ષની દીકરી જે ધોરણ 4 માં અભ્યાસ કરે છે, તે શાળાએથી છૂટીને ઘરે પરત ફરી હતી અને લિફ્ટમાં 11 માં માળે જઈ રહી હતી. આ સમયે લિફ્ટમાં તેની સાથે ભાનુપ્રતાપ રાણા પણ હતો. તેણે બાળકીની એકલતાનો લાભ લઈને તેની સાથે અડપલા કર્યા હતા. છેડતી કરતા બાળકીએ માતાને જાણ કરી હતી.
આ પણ વાંચો : હચમચાવી દે તેવી સામૂહિક આત્મહત્યા, પોલીસ કોન્સ્ટેબલ પત્ની અને 3 વર્ષની દીકરી સાથે 12 માં માળથી કૂદી ગયા
મોત પહેલાની વેદના : કોન્સ્ટેબલ કુલદીપસિંહે સ્યૂસાઈડ નોટમાં પોલીસ ગ્રેડ પે વિશે કર્યો મોટો ખુલાસો
પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ કરતાં સામે આવ્યું કે, તે હાલ નિવૃત જીવન ગુજારે છે. વૃદ્ધાએ એમકોમ સુધીનો અભ્યાસ કર્યો છે અને ગોદરેજ ગાર્ડન સિટીમાં પત્ની અને દીકરા સાથે રહે છે. પોલીસે આરોપીનો મોબાઇલ ફોન પણ કબજે કરી એફએસએલમાં મોકલ્યો છે અને આરોપીએ અગાઉ કોઈપણ બાળકી સાથે આ પ્રકારે દુષ્કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં પૂછપરછ હાથ ધરવામાં આવી છે.