અમદાવાદ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો, નવા કાયદા BNSS 108 અંતર્ગત આરોપીને આપ્યા જામીન
Ahmedabad News : નવો કાયદો બીએનએસએસ 108 અંતર્ગત અમદાવાદ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો... સ્યૂસાઈડ નોટના આધારે આરોપીને પાંચ દિવસમાં જામીન અપાયા
Ahmedabad News : અમદાવાદની સેશન્સ કોર્ટે નવા કાયદા બીએનએસએસ 108 અંતર્ગત મહત્વનો ચુકાદો આપ્યો છે. શખ્સે પોતાના નામે લોન લઈને મિત્રને મદદ કરી હતી. પરંતું લોનનો હપ્તો બાઉન્સ થતા સ્યૂસાઈડ નોટમાં મિત્રનું નામ લખીને આપઘાત કર્યો હતો. આપઘાત કરનાર યુવક આર્થિક સંકટમાં હોવાથી મિત્રએ પોતાના નામે લોન કરી આપી હતી. ઈએમઆઈનો એક હપ્તો બાઉન્સ થતા મૃતકે સ્યૂસાઈડ નોટમાં મિત્રનું નામ લખીને આપઘાત કર્યો હતો અને મિત્રની ધરપકડ કરી લેવાઈ હતી. નવો કાયદો બીએનએસએસ 108 અંતર્ગત સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આપઘાત કેસમાં સ્યૂસાઈડ કેસના આરોપીને માત્ર પાંચ દિવસમાં જામીન મળ્યા છે. આમ, સેશન્સ કોર્ટે યુવકની તરફેણમાં ચુકાદો આપ્યો. 15 હજારના બોન્ડ પર 5 દિવસમાં જામીન આપ્યા. લોનના નાણાંની માંગણી આપઘાતનું કારણ નહીં તેવી દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. આમ, સ્યૂસાઈડ નોટના આધારે આરોપીને પાંચ દિવસના જામીન અપાયા છે.
વેપારીએ કર્યો આપઘાત
અમદાવાદના ઓઢવ વિસ્તારનો આ કિસ્સો છે. નીલમબેન નામની મહિલાએ પોલીસ ફરિયાદમાં લખાવ્યું કે, તેમના પતિ ડેનીશભાઈ ભાડે દુકાન રાખી એમ્બ્રોઈડરીનું કામ કરતા હતા. તેઓ કોઈ કામસર બહાર ગયા હતા અને ઘરનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ દરવાજો અંદરથી બંધ હોવાથી ખૂલતો ન હતો. બાદમાં નીલમબેને તેમના પતિ ડેનીશના મોબાઈલ નંબર પર ફોન કરતા રિંગ વાગતી હતી, પરંતુ ફોન ન ઉપાડતા નિલમબેન અને તેમની નણંદ ડોલીશાએ મકાનના પાછળના દરવાજાથી ઘરમાં પ્રવેશ કર્યો હતો. અંદર જઈને જોતાં ઘરના મેઈન રૂમમાં તેમના પતિ ડેનીશે આપઘાત કરી લીધો હતો.
ડેનીશભાઈએ સ્યૂસાઈડ નોટ છોડી હતી
આપઘાત પહેલા ડેનીશભાઈએ સ્યૂસાઈડ નોટ લખી હતી. તેમણે સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે, યોગેશ જૈન પાસેથી માતાપિતાની સારવાર માટે રૂ. ૧ લાખ લીધા હતા અને પ્રમોદ શાહ પાસેથી રૂ. ૩ લાખ લોન સ્વરૂપે લીધા હતા. પરંતુ ધંધામાં મંદી આવી જતા આ બંને પાસેથી લીધેલા વ્યાજના હપ્તા ચૂકવી શકતો નથી. યોગેશ જૈન અને પ્રમોદ શાહ બંનેએ રસ્તામાં રોકીને અવારનવાર ધમકાવતા રહેતા હતા. જેથી કંટાળીને હું આ પગલું ભરી રહ્યો છું.
ઓઢવ પોલીસે સ્યૂસાઈડ નોટના આધારે યોગેશ જૈન અને પ્રમોદ શાહ સામે વ્યાજખોરી અને દુષપ્રેરણાની કલમ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી
આર્થિક મદદ કરવી ભારે પડી
એડવોકેટ નિર્મિત દિક્ષીતે જણાવ્યુ કે, આ કેસમાં મિત્ર તરીકે આર્થિક સહાય કરવી કેટલી ભારે પડી શકે છે તે નામદાર કોર્ટમાં અમે રજૂઆત કરી હતી. મૃતક ડેનિશભાઈ પ્રમોદભાઈના મિત્ર થતા હતા. ડેનિશભાઈને આર્થિક મદદ કરવા માટે પ્રમોદભાઈએ પોતાના નામે લોન લીધી હતી અને આર્થિક મદદ કરી હતી. પરંતુ તેનો અપજશ આત્મહત્યા કરીને લોનના રૂપિયા ન ચૂકવવા પડે અને વ્યાજની ગણતરી થાય તે માટે તેમનું નામ ખોટી રીતે સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું.