અમદાવાદમાં કાશ્મીર જેવી સ્થિતિ બાદ સોશિયલ મીડિયામાં Ahmedabad Police બની ‘હીરો’
સામાન્ય રીતે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સાચવનારી પોલીસને લોકો નકારાત્મક રીતે જોતા હોય છે. પણ શાહઆલમમાં થયેલી ઘટનાને લઈને પોલીસે જે રીતે પોતાનો જીવ જોખમમાં મૂકીને બંદોબસ્ત અને કામગીરી યથાવત રાખી તેને લઈને પોલીસ અધિકારીઓએ આ વાત બિરદાવીને સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ મૂકી છે અને સન્માનીય શબ્દો લખીને પોલીસનું મોરલ વધારવાનો પ્રયાસ કરાયો છે. જેમાં પોલીસ કર્મચારીઓ માટે ‘ખાખી લવ યુ, ખાખીની ખુમારી, રાણો રાણાની રીતે...’ જેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઉદય રંજન/અમદાવાદ :સામાન્ય રીતે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સાચવનારી પોલીસને લોકો નકારાત્મક રીતે જોતા હોય છે. પણ શાહઆલમમાં થયેલી ઘટનાને લઈને પોલીસે જે રીતે પોતાનો જીવ જોખમમાં મૂકીને બંદોબસ્ત અને કામગીરી યથાવત રાખી તેને લઈને પોલીસ અધિકારીઓએ આ વાત બિરદાવીને સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ મૂકી છે અને સન્માનીય શબ્દો લખીને પોલીસનું મોરલ વધારવાનો પ્રયાસ કરાયો છે. જેમાં પોલીસ કર્મચારીઓ માટે ‘ખાખી લવ યુ, ખાખીની ખુમારી, રાણો રાણાની રીતે...’ જેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
IPL 2020: માત્ર 17 કરોડ ખિસ્સામાં લઈને બેસેલી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે ખાસ બાબત પર કર્યું હતું ફોકસ
એક સમય હતો જ્યારે શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર એ. કે. સિંહે વરસાદમાં પલળીને તેમના જવાનોને સંબોધ્યા હતા. બાદમાં લોકોએ તેમના વખાણ કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી હતી. ત્યારે ગઈકાલે અમદાવાદના શાહઆલમમાં થયેલા રાયોટિંગ દરમિયાન ડીસીપી, એસીપી, પીઆઇ, કોન્સ્ટેબલ સહિત 19થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ અધિકારીઓને સન્માન આપવા પોલીસ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ આ ઇજાગ્રસ્ત અધિકારીઓના ફોટો વીડિયો સોશિયલ મીડિયામાં મૂકી રહ્યાં છે. એસીપી રાજપાલ સિંહ રાણા, ડીસીપી બિપીન આહિરે અને પીઆઈ જે. એમ. સોલંકી સહિતના લોકોના ફોટો સોશિયલ મીડિયામાં મૂકી પોલીસનું મોરલ વધારવામાં આવી રહ્યું છે.
સુરત : રામલીલા જોવા ગયેલી બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી પકડાયો, ભાગવાની તૈયારીમાં હતો....
અમદાવાદના શાહઆલમ પોલીસ અને ટોળાના ઘર્ષણનો મામલો ટોળાએ કરેલા હુમલામાં ઘાયલ થયા હતા. પોલીસ અધિકારી અને કર્મચારી સોશિયલ મીડિયામાં ઈજાગ્રસ્ત પોલીસ ટ્રેન્ડમાં લોકોએ લોહીલુહાણ હાલતમાં ફરજ બજાવતા અધિકારીઓના ફોટો મૂકી ખાખી વર્ધીના વખાણ કર્યા છે. સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્યમોમાં ફોટો મૂકી અધિકારીઓને ટેગ કર્યાં છે. જેમાં એસીપી રાજપાલસિંહ રાણા અને ઇજાગ્રસ્ત અન્ય કર્મીઓના ફોટો મૂકાયા છે. પોલીસનું મોરલ વધારવા સન્માનીય શબ્દોનો સોશ્યલ મીડિયામાં ઉપયોગ કરાયો છે, જેથી તેઓને પ્રોત્સાહન મળે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....