ઉદય રંજન/અમદાવાદ :ગુજરાતમાં દીકરીઓ સલામતીની વાતોની હવા નીકળી રહી છે. ગુજરાતની બહેન-દીકરીઓ પોતાના જ એપાર્ટમેન્ટની લિફ્ટમાં પણ સલામત નથી. અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં આવેલ ફેમસ ગોદરેજ ગાર્ડન સિટીમાં બાળકી સાથે છેડતીની ઘટના બની છે. આ ઘટના અત્યંત શરમજનક છે. જેમાં એક 62 વર્ષીય વૃદ્ધએ લિફ્ટમાં આવેલી બાળકીને એકલતાનો લાભ લઈને અડપલાં કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના ગોડરેજ ગાર્ડન સિટીમાં બનેલી આ ઘટના છે. જેમાં ધોરણ-7માં અભ્યાસ કરતી એક બાળકી લિફ્ટમાં આવી હતી. તે સમયે લિફ્ટમાં 62 વર્ષના ભાનુપ્રતાપ રાણા નામના એક વૃદ્ધ પણ આવ્યા હતા. બાળકીને લિફ્ટમાં એકલી જોઈને જ વૃદ્ધની દાનત બગડી હતી. તેમણે બાળકીને વાતોમાં ફસાવીને તેને બાહોમાં જકડી લીધી હતી.


આ પણ વાંચો : ઓ બાપ રે... યુવતીના કાનમાં ઘૂસી ગયો સાપ, તમારા રુંવાડા ઉભા કરી દેશે આ વીડિયો


વૃદ્ધની હરકતથી બાળકી ડઘાઈ ગઈ હતી. તો બીજી તરફ, વૃદ્ધ પણ ભાન ભૂલ્યા હતા. ગભરાયેલી બાળકી ફ્લોર આવતા જ લિફ્ટમાંથી બહાર નીકળી ગઈ હતી, તેણે આ વિશે તેના માતાપિતાને જાણ કરી હતી. જેથી માતાપિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. ચાંદખેડા પોલીસે ભાનુપ્રતાપ રાણા નામના વૃદ્ધ આરાપીને સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. 


ઉલ્લેખનીય છે કે, આ કિસ્સો દરેક માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. બાળકોને ક્યાં એકલા જવા દેવા અને ક્યાં ન જવા દેવા તે સમજવાનો સમય આવી ગયો છે. પોતાના ફ્લેટની લિફ્ટ પણ બાળકો માટે સલામત રહી નથી. વિકાસની દોડમાં હવે હાઈરાઈઝ ઈમારતો જ લોકોનું રહેઠાણ બની રહ્યું છે. ત્યારે લિફ્ટમાં જવા સિવાય કોઈ ઓપ્શન હોતો નથી. આવી લિફ્ટમાં સુરક્ષાના સવાલો ઉઠી રહ્યાં છે. આ ઘટનાથી દરેક માતાપિતા ચેતી જાય અને બાળકોને એકલા લિફ્ટમા ન મૂકે.