આશકા જાની/અમદાવાદ: એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગઝ એનલિટિક ટેસ્ટ ની ખાસ પ્રકારની કીટ વસાવી છે. જેના આધારે ડ્રગઝ લીધેલા વ્યક્તિનો ટેસ્ટ કરી માત્ર 10 જ મિનિટમાં ડ્રગઝ લીધું છે કે નહીં અને લીધું છે તો ક્યાં પ્રકારનું ડ્રગઝ લીધું છે તેની માહિતી મેળવી શકાશે. અત્યારસુધીમાં આલ્કોહોલિક ટેસ્ટ માટેની કીટ શહેર પોલીસ પાસે હતી પરંતુ હવે ડ્રગ્ઝના ટેસ્ટિંગની કીટ અમદાવાદ એસઓજી ક્રાઇમ પાસે આવી જતા તેનો 31મી ડિસેમ્બર ની રાત્રે જ ઉપયોગ કરાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્ઝના ટેસ્ટ માટેની કીટ ફરી એક વાર વસાવી લીધી છે. ગત રથયાત્રામાં ઘણાંખરાં વિસ્તારોમાં આ ડ્રગ્ઝ ટેસ્ટિંગ કીટ વડે ડ્રગ્ઝ લીધેલા હોવાની શંકાના આધારે વ્યક્તિઓની ચકાસણી કરવામાં આવી હતી. માત્ર 10 જ મિનિટમાં આ કીટ વડે ખ્યાલ આવી જાય છે કે વ્યક્તિએ ડ્રગ્ઝ લીધેલું છે કે નહીં અને બાદમાં આ કીટ વડે લીધેલા સેમ્પલને એફ.એસ.એલમાં મોકલી આપવામાં પણ આવે છે. આ કિટની જો કિંમતની વાત કરવામાં આવે તો તેનો ભાવ રૂપિયા 15 લાખ છે અને તેના ટેસ્ટિંગની વસ્તુઓની કિંમત બે હજાર છે જેને એક જ વખત ઉપયોગમાં લઇ શકાય તે મુજબની આ કીટ છે.


આ પણ વાંચો:


ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર


કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત


ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે


અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમે વસાવેલી આ કીટ દ્વારા ડ્રગઝનો નશો કરનારા પર અંકુશ મેળવવામાં આવશે. તાજેતરમાં રથયાત્રાના રુટ પર પ્રયોગિક ધોરણે ડ્રગ્ઝ ચેક કરવાની કીટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શહેરના ડ્રગઝના હોટસ્પોટ એરિયામાં આ કીટ દ્વારા રોજ શંકાસ્પદ વ્યક્તિઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે 31મીની રાત્રે ડ્રગ્સનો નશો કરનાર ને ચેક કરવામાં આવશે. આ ટેસ્ટિંગ કીટ થકી પોલીસને જો કોઈ વ્યક્તિ નશો કરેલી હાલતમાં જણાશે તો સૌ પ્રથમ તે વ્યક્તિનું કાઉસનીલિંગ કરવામાં આવશે. આ કામગીરી થકી ડ્રગ્ઝનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તેની માહિતી મેળવવામાં પોલીસને સરળતા રહેશે અને ડ્રગ્ઝ વેચનાર સુધી પોલીસ પહોંચી શકશે..


કેવી રીતે કરાશે ટેસ્ટિંગ- જુઓ ડેમો 


  • ડ્રગ્સનો નશો કરનાર લોકોની લાળ અને યુરિનના સેમ્પલ લેવાશે

  • છેલ્લા 48 કલાકમાં જે પણ ડ્રગ્સ લીધું હોય તેની માહિતી મળે છે

  • પાંચ મિનીટ માટે મોઢામાં નોઝલ રખાય છે

  • મોંઢામાં લાળનું સેમ્પલ લેવાય છે

  • સેમ્પલ લીધા બાદ તે નોઝલને મૂકાય છે મશીનમાં

  • મશીનમાં મૂકાયા બાદ પાંચેક મિનીટનો સમય લાગે છે

  • પાંચ મિનીટ બાદ તે મશીનમાં રિઝલ્ટ બતાવે છે

  • છ પ્રકારના ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહિ તેનો રિપોર્ટ આવે છે

  • આ રિપોર્ટની પ્રિન્ટ પણ નીકળે છે

  • ડ્રગ્સ લીધું હોવાનું પોઝિટિવ આવે તો તેને રિહેબ સેન્ટરમાં મોકલાય છે

  • બાદમાં ડ્રગ્સ ક્યાંથી લવાયું, ક્યાં સેવન કર્યું જેવા અલગ અલગ મુદ્દા પર થાય છે તપાસ


આ પણ વાંચો:


યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર


કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય


છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!


અત્યારસુધી માત્ર બાતમીદારોથી જ પોલીસ ડ્રગ્સના કેસ કરતી હતી અને બાતમીદારો થકી પોલીસે કરેલી કાર્યવાહીની વાત કરીએ તો એસઓજીએ ગયા પાંચ વર્ષમાં થયેલા કેસોની સામે આ જ એક વર્ષમાં સંલગ્ન કેસ કરી દઇ પેડલરોની કમર તોડી નાખી છે. માત્ર એક જ વર્ષમાં અમદાવાદ એસઓજીએ 37 કેસ કરી 1.60 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું. ત્યારે હવે બાતમીદારોની સાથે સાથે સાયન્ટીફિક સચોટ પરિણામ મળે તેવા મશીન આવી જતા ડ્રગ્સની બદી સંપૂર્ણ નાબૂદ કરવા પોલીસ એક્ટિવ બની છે.