મૌલિક ધામેચા/અમદાવાદ: રાજ્યમાં બાળકોનું અપહરણ કરાવીને તેમની પાસે ખોટું કરાવવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે સોલા વિસ્તારમાંથી બાળક ગુમ થવા મામલે એક નવો જ વળાંક આવ્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે બાળકનું અપહરણ કરીને લઈ ગયેલો યુવક બાળક પાસે ભીખ મગાવતો હતો. એટલું જ નહીં તે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરતો હતો. જેને પગલે સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ સિવાય આરોપીની પુછપરછ કરવા માટે વધુ રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોલા પોલીસે આ કેસમાં ઝડપાયેલા નરાધમ આરોપીનું નામ ભરત વાલ્મિકી છે. જેણે પોતાના દીકરા જેટલી ઉંમરના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચર્યું છે. જેના પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે સોલા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારનો 12 વર્ષનો સગીર 14 ડિસેમ્બરના રોજ ગુમ થઈ ગયો હતો. ત્યારબાદ સોલા પોલીસે અપહરણ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી..પણ આરોપી ભરત 12 વર્ષના સગીરને અમદાવાદથી લઈ પાટણના હારીજ લઈ ગયો હતો. જ્યાં સગીર જોડે કચરો વીણાવતો હતો. જે કચરો વેચી રૂપિયાથી પોતાનું ગુજરાન ચલાવતો. 



બે દિવસ પહેલા સગીર રોડ પર રડતો હતો. તેવામાં પાટણ પોલીસનું સગીર પર ધ્યાન ગયું હતું અને બાદમાં પુછપરછ કરતા સામે આવ્યું કે આરોપી ભરત બાળકનું અપહરણ કરી અહીંયા લાવ્યો છે. જેથી પાટણ પોલીસે બાળક અને આરોપીને અમદાવાદ પોલીસને સોંપ્યો છે.


નોંધનીય છે કે, સોલા પોલીસે ભરત વાલ્મિકીની ધરપકડ કરી વધુ પુરપરછ માટે રિમાન્ડ પણ મેળવ્યા છે. ત્યારે બીજી બાજુ 12 વર્ષના બાળક મેડિકલ રિપોર્ટ કરાવતા બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય થયું હોવાનું સામે આવ્યું. જે બાદ બાળકની પુછપરછ કરતા આરોપી ભરત સગીર કચરો વીણવા મજૂરી કરાવતો હતો, સાથે જ રોજ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરતો હતો.


આ ઘટનામાં મોટો ખુલાસો થયા બાદ સોલા પોલીસે આઈપીસી કલમ 377, જુવેનાઇલ જસ્ટિસ 76,84 અને પોકસો એક્ટ હેઠળ ગુનાની કલમમાં ઉમેરો કર્યો છે. પોલીસ તપાસમાં આરોપી ભરત મૂળ પાટણનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પણ હેબતપુર ઝૂંપડામાં રહી છૂટક મજૂરી કરતો હતો. આરોપી એકલવાયું જીવન જવતો હોવાથી આ રીતનું કૃત્ય આચર્યું હોવાનો ખુલાસો થયો છે. હાલ પોલીસે આરોપી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube