અમદાવાદના આ વિસ્તારમાં રાત્રે અસામાજિક તત્વોનો આતંક! કારચાલકનું કાપી નાખ્યું નાક
ચાંદલોડિયા બ્રિજ નજીક અસમાજીક તત્વોએ પ્રયાગ પટેલની કારને ઊભી રખાવી કોઈ પણ કારણ વગર ઝગડો કર્યો હતો અને આ ઝગડામાં હુમલાખોરો એટલા ઉગ્ર થઈ ગયા હતા કે પોતાની પાસે રહેલા છરી સહિતના હથીયારથી પ્રયાગ પટેલ અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો.
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના સોલા વિસ્તારમાં કાર ચાલક સાથે ઝઘડો કરી અસામાજિક તત્વોએ કારચાલકનું નાક કાપી નાખ્યું. સોલા પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધીને 3 આરોપીની ધરપકડ કરી વધુ ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
હવે ગુજરાતમાં શરૂ થશે ડોર-ટુ-ડોર પ્રચાર; 7મીએ 4.97 કરોડ મતદારો દેખાડશે 'મત'નો પાવર!
આ ઘટનામાં ભોગ બનનાર પ્રયાગ પટેલ ગઈ રાત્રે પોતાના મિત્રની સાથે જન્મ દિવસની ઉજવણી કરી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે ચાંદલોડિયા બ્રિજ નજીક અસમાજીક તત્વોએ પ્રયાગ પટેલની કારને ઊભી રખાવી કોઈ પણ કારણ વગર ઝગડો કર્યો હતો અને આ ઝગડામાં હુમલાખોરો એટલા ઉગ્ર થઈ ગયા હતા કે પોતાની પાસે રહેલા છરી સહિતના હથીયારથી પ્રયાગ પટેલ અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો.
પાટીદારોની પત્રિકા કાંડમાં ધાનાણી કેમ ભરાયા? CCTV જાહેર થયા બાદ સૌથી મોટો ધડાકો
જે જીવલેણ હુમલામાં પ્રયાગ પટેલ પર આરોપીઓએ નાક પર હુમલો કરતા પ્રયાગ પટેલનું નાક કપાઈ ગયું હતું. ત્યારે તાત્કાલિક ફરિયાદીએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. ત્યાં સુધીમાં હુમલો કરનાર અસામાજિક તત્ત્વો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે ઇજાગ્રસ્ત પ્રયાગ પટેલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ફરીયાદ નોંધી હતી.
ગુજરાતમાં જૂન-જુલાઇમાં કેવું રહેશે ચોમાસું? આ 20 દિવસ રહેશે અતિભારે! અંબાલાલની આગાહી
સોલા પોલીસે ફરિયાદી પ્રયાગ પટેલની ફરિયાદ નોંધીને તપાસ કરતા જાણવા મળ્યું કે હુમલો કરનાર રાધેશ્યામ યાદવ ઉર્ફે રાધે, અમરેશ યાદવ અને સંગમ જયસ્વાલ ઉર્ફે હજારી કલ્લુ હતા. જે ચાંદલોડિયા વિસ્તારમાં રહે છે અને અસામાજીક તત્ત્વો છે. પ્રયાગ પટેલ પર કુલ 6 શખ્શોએ હુમલો કર્યો હતો. તેમાંથી રાધેશ્યામ યાદવ ઉર્ફે રાધે, અમરેશ યાદવ અને સંગમ જયસ્વાલ ઉર્ફે હજારી કલ્લુની ધરપકડ કરી લીધી હતી અને અન્ય ફરાર ત્રણની શોધખોળ શરૂ કરી છે. પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે આખરે આ ગેંગ એ હુમલો કેમ કર્યો હતો.
'તમારી તાકાત નથી કે બંધારણને તમે દરિયામાં નાખી શકો', ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર