અતુલ તિવારી, અમદાવાદઃ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એક એટીએમ મશીન હાલ ચર્ચાનો વિષય બન્યું છે. કારણકે, આ એટીએમ મશીનમાંથી રૂપિયા-પૈસા નહીં પણ ચા, કોફી અને ટોમેટો સૂપ નીકળે છે. જીહાં, જાણીને નવાઈ લાગશે પણ આ એટીએમ મશીને હાલ લોકોમાં ભારે કુતુહલતા જગાવી છે. નારણપુરમાં આવેલી તપોવન વિદ્યાલયની સામે ATM મશીન મુકવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મશીનમાં માત્ર 5 રૂપિયાનો સિક્કો નાખતા 75ml ચા, કોફી અને ટોમેટો સૂપ મળે છે. ATM મશીન મુકનાર કિશન પટેલે જણાવ્યું કે સામાન્ય રીતે અમદાવાદમાં ચાની કિટલી પર જઈએ એટલે એક કપ ચા 10 થી 12 રૂપિયામાં પીવા મળે છે ત્યારે આ ATM મશીનથી માત્ર 5 રૂપિયામાં જ ચા, કોફી અને ટોમેટો સૂપ પીવા લોકો આવે છે. સવારે અને સાંજે અનેક લોકો આ મશીનનો ઉપયોગ કરે છે, રોજના 100 થી 200 કપ જેટલી ચા, કોફી અને ટોમેટો સૂપ લોકો પીવે છે.


આ મશીનમાં ચા, કોફી અને ટોમેટો સૂપ માટે પ્રીમિક્સનો ઉપયોગ થતો હોવાથી મશીન સમયાંતરે ક્લીન થાય એ પ્રકારે વ્યવસ્થા પણ ગોઠવી છે. 24 કલાક આ મશીન ચાલતું હોવાથી રાત્રે પોલીસ જવાનો અને નજીકના યુવાનો પણ સરળતાથી ચા કે કોફી પી શકે એ ઉદ્દેશથી દશેરાથી ATM મશીન મૂક્યું છે, સ્થાનિકો દ્વારા સારો રિસ્પોન્સ મળી રહ્યાનો મશીન મુકનાર કિશન પટેલનો દાવો છે. કિશન પટેલ દ્વારા આ ATM મશીનની બાજુમાં પીવાનું પાણી પણ લોકો ભરી શકે એ માટેનું પણ મશીન મુકવામાં આવ્યું છે, જેનો લાભ પણ સ્થાનિકો લેતા જોવા મળ્યા  ભવિષ્યમાં આ પ્રકારે મશીનના માધ્યમથી કોઈને ફોટો તાત્કાલિક જોઈતો હોય તો પણ મેળવી શકે એ માટેની યોજના કરાઈ રહી છે તૈયારી, ટૂંક સમયમાં એ માટેનું પણ મશીન મુકવાનું કિશન પટેલનું પણ આયોજન છે.