62 વર્ષની સ્પેનિશ મહિલાએ 10 દિવસમાં કોરોનાને આપી મ્હાત, પોતાને દેશ પરત ફરી
ડોકટરોએ તેને રેમડિસિવિર (Remdesivir) અને સ્ટિરોઈડઝ આપી હતી. આમ છતાં પણ તેની હાલત કથળતી હતી અને તે સીટોકાઈન સ્ટોર્મનો ભોગ બની હતી. આ હાલતમાં તેને તા. 29 એપ્રિલના રોજ સિમ્સ હૉસ્પિટલ, અમદાવાદમાં લાવવામાં આવી હતી.”
અમદાવાદ : 62 વર્ષની મહિલા દર્દી સિમ્સ હૉસ્પિટલ, અમદાવાદમાં કોવિડ-19ને મહાત કર્યા પછી પોતાના દેશમાં પરત ફરી છે. “મૂળ સ્પેન (Spain) ની વતની આ મહિલા બિઝનેસના હેતુથી મોરબી (Morbi) ના પ્રવાસે આવી હતી. એપ્રિલના છેલ્લા સપ્તાહમાં આ મહિલાને ભારે તાવ તથા ચાર-પાંચ દિવસથી કફ રહેતો હોવાને કારણે ટાઈલ્સ ઉત્પાદનના મથક ગણાતા મોરબીની એક સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
થોરેક્સ સ્કેનમાં જાણવા મળ્યું કે તે કોવિડ પોઝિટિવ છે. મોરબીમાં ડોકટરોએ તેને રેમડિસિવિર (Remdesivir) અને સ્ટિરોઈડઝ આપી હતી. આમ છતાં પણ તેની હાલત કથળતી હતી અને તે સીટોકાઈન સ્ટોર્મનો ભોગ બની હતી. આ હાલતમાં તેને તા. 29 એપ્રિલના રોજ સિમ્સ હૉસ્પિટલ, અમદાવાદમાં લાવવામાં આવી હતી.”
વેક્સીન લેવા જતાં પહેલાં વાંચી લેજો આ ન્યૂઝ, ક્યાંક ધરમનો ધક્કો ખાવો ન પડે
આ દર્દીની સારવાર કરનાર ડોકટરોની ટીમમાં ક્રિટિકલ કેર ઈન્ટેનસિવિસ્ટ ડો. ભાગ્યેશ શાહ, ડો. મિનેષ પટેલ અને રુમેટોલોજીસ્ટ ડો.ભૌમિક મેઘનાથીનો સમાવેશ થતો હતો. ડો. પટેલ વધુમાં જણાવે છે કે “ઓક્સિજન લેવલ 85 ટકા જેટલુ નીચુ જતાં દર્દીની હાલત ગંભીર બની હતી અને તેમને 100 ટકા BIPOP ની જરૂર ઉભી થઈ હતી. સાયટોસ્કાઈન સ્ટોર્મને કારણે તેમને ઈન્જેક્શન્સ આપવાની જરૂર પણ ઉભી થઈ હતી.
કોરોનાની ત્રીજી લહેર જો આવે તો ગુજરાત તેનો મુકાબલો કરી શકશે, આવી છે તૈયારીઓ
તેમને spo2ની એક્સપાન્ડેબલ રેન્જ સાથે 90 ટકા ઓક્સિજનની જરૂરિયાત જળવાય અને મહત્વનાં અંગો કામ કરતાં રહે તે માટે તેમને હાઈ ફ્લો મશીન ઉપર મુકવામાં આવ્યાં હતાં. તેમણે હાઈ ફ્લો નેસલ કેન્યુલામાં પ્રોન પોઝિશનીંગ માટે સારો સહયોગ આપ્યો હતો. તેમના સીટી સ્કેન થોરેક્સમાં ફેફસાંની સામેલગીરી 80 થી 90 ટકા જણાઈ હતી.
ડો. પટેલે વધુમાં જણાવ્યું હતું કે “દર્દીની હાલત ક્રમશઃ સુધરતી ગઈ હતી અને તે સાજાં થઈ ગયાં હતાં. અને તેમની ઓક્સિજન સપોર્ટની જરૂરિયાત રહી ન હતી. તે જ્યાં નોકરી કરતાં હતાં ત્યાંના માલિકે ગઈ રાતે અમને જણાવ્યું હતું કે તે ચાર્ટર્ડ ફલાઈટમાં સ્પેન પહોંચી ગયાં છે. ”એક સંદેશામાં દર્દીએ ઉત્તમ અને ઈન્ટેન્સિવ સારવાર પૂરી પાડવા બદલ સિમ્સ હૉસ્પિટલના ડોકટરોનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યુ છે કે હું કોવિડ-19ની બીમારીને કારણે ખૂબ બીમાર થઈ ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube