અમદાવાદ : ગર્ભપાતની A-KARE KIT, CLEAN KIT, નું એમેઝોનના માધ્યમથી અને નારકોટીક અને સાયકોટોપીક ડ્રગ્સનું વેચાણકરી ગુનાહીત કૃત્યમાં સંડોવાયેલા વ્યકિતો સામે રાજયવ્યાપી દરોડાની કાર્યવાહી. અમદાવાદ ખાતે છેલ્લા એક વર્ષથી ૮૦૦ થી વધારે ગર્ભપાતની કીટોનું ઓનલાઇન એમેઝોનના પ્લેટફોર્મ દ્વારા વેચાણ કરતી વ્યકિતને ઝડપી પડાઈ છે. અમદાવાદના વિપુલ શૈલેષભાઈ પટેલના રહેણાંક પર દરોડા પાડી રૂપિયા 6 લાખની KIT જપ્ત કરવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાલનપુર અને મહેસાણાના તંત્ર દ્વારા દરોડા પાડી KLEEN KIT, ANTI PREG KIT અને લેબલ વગર Oxytcoin  Injection નો આશરે 3,00,000 નો જથ્થો જપ્ત કર્યો હતો. રાજયવ્યાપી દરોડામા અંદાજે રૂપિયા દોઢ કરોડથી વધૂ કિમતની ૨૪,૩૬૩ કિટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. 


ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ.એચ.જી.કશિયાએ જણાવ્યું છે કે, રાજયના નાગરિકોને ગુણવત્તા યુકત દવાઓ મળી રહે એ માટે રાજય સરકાર દ્વારા સતત મોનીટરીગ કરવામા આવી રહ્યુ છે અને સમયાનુસાર આકસ્મિક દરોડા પણ પાડવામાં આવે છે. જેના ભાગરૂપે ગર્ભપાતની A-KARE KIT , CLEAN KIT, નું એમેઝોનના માધ્યમથી અને નારકોટીક અને સાયકોટોપીક ડ્રગ્સનું  વેચાણકરી ગુનાહીત કૃત્યમાં સંડોવાયેલા વ્યકિતઓનાં રહેણાંક અને મેડીકલ એજન્‍સીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજય વ્યાપી દરોડા પાડીને આઠ વ્યકિતઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ રાજયવ્યાપી દરોડામા અંદાજે રૂપિયા દોઢ કરોડથી વધુ કિમતની ૨૪,૩૬૩ કિટ નો જથ્થો જપ્ત કરાયો છે. 


ગાયનેક ડૉક્ટરના સુપરવિઝન હેઠળ એમ.ટી.પી. એક્ટની જોગવાઇઓ મુજબ જ ગર્ભપાત માટે દવાઓ ડૉક્ટર દ્વારા પ્રીસ્ક્રાઇબ કરવામાં આવતી હોય છે આમ છતાં મે. Synokem Pharmaceuticals Ltd., Haridwar (U.K.), માર્કેટીંગ કંપની M/s. DKT India, Mumbai ની ગર્ભપાતમાં વપરાતી A-KARE KIT અમદાવાદના પીંટુ પી. શાહ ગેરકાયદેસર રીતે કરણી ડીસ્ટ્રીબ્યુટર્સ, દુકાન નં. ૧૨૮, રાજીવ ગાંધી કોમ્લેક્ષ, ડીસાના માલીક વિનોદભાઇ મહેશ્વરી અને કોમ્પીટન્‍ટ વ્યક્તિ લોકેશ મહેશ્વરી પાસેથી ગેરકાયદેસર મેળવતા. આ ગુનાહીત કામના મુખ્ય સુત્રધાર રાજેશ યાદવ કે જેઓ DKT India, Mumbai ગુજરાત ખાતેના એરીયા સેલ્સ મેનેજરના કહેવાથી સુરતની મે. કે. વી. એન્‍ટરપ્રાઇઝ, મોટા વરાછાના માલીક ઝવેરભાઇ ધનજીભાઇ સંગાળાને થોડાક સમય પહેલા DKT India, Mumbaiની ડીસ્ટ્રીબ્યુટરશીપ અપાવી દબાણ કરી ઝવેરભાઇને ખોટા કામમાં સંડોવણી કરાવી ડીસાના લોકેશ મહેશ્વરીને ગેરકાયદેસર રીતે ગર્ભપાતની દવાઓ અન્ય પેઢીના અને ડૉક્ટરના નામનાં ખોટા ઉપજાવી કાઢેલા બીલો બનાવી ગુનાહીત કૃત્ય કરેલ છે. આ ઉપરાંત આ કામમાં અન્ય એક વ્યકિત નિલય બોરા કે જે DKT India, Mumbaiનો માર્કેટીંગ રીપ્રેઝન્‍ટેટીવ મીત્રાય ડીસ્ટ્રીબ્યુટર્સ, સેટેલાઇટ, અમદાવાદ ખાતેથી કે. વી. એન્‍ટરપ્રાઇઝ, સુરતના નામના બીલો બનાવી ડીસા ખાતેના લોકેશભાઇને બારોબાર વેચાણ કરતા હોવાની માહીતીનો પણ પર્દાફાશ થયો છે. 


તેમણે કહ્યુ કે,આ સમગ્ર કૌભાંડના અન્ય સુત્રધાર પીંટુભાઇ દ્વારા ઓનલાઇન પોર્ટલ એમેઝોન પર તા.૦૧/૦૭/૨૦૧૯ના રોજ Hiv Cancer Special Rate Hiuhub નામથી એકાઉન્ટ ઓપન કર્યુ હતું. જે એકાઉન્ટમાં તેઓએ વિક્રેતા તરીકે આર. કે. મીડીસીન્‍સ છઠ્ઠો માળ, એ/૬૧, પરીસીમા કોમ્પ્લેક્ષ,લો બંગ્લો સામે, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદના નામે રજીસ્ટ્રેશન કરાવેલ હતું અને અંદાજીત છેલ્લા બે વર્ષથી ઓનલાઇન એમેઝોન પોર્ટલ મારફતે કોઇપણ જાતના ઔષધ અને સૌંદર્ય પ્રસાધનના કાયદાના ધારાધોરણના પાલન કર્યા વગર રજીસ્ટર ફાર્માસીસ્ટની ગેરહાજરીમાં, ડોક્ટરનાં પ્રિસ્ક્રીપ્સન વગર ઓનલાઇન પોર્ટલ એમેઝોન મારફતે X-vir 0.5 (Eutecavir Tablets 0.5), Teevir (Efavirenz, Emtricitabine and Tenoflovir Sisoproxil Fumarate Tablets IP 600 mg / 200 mg / 300 mg ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત વાળી શિડ્યુલ એચ દવાનું તેમજ A-KARE KIT નું ગુગલ પે થી પેમેન્‍ટ કરી લોકેશભાઇ મહેશ્વરી પાસેથી છેલ્લા એક વર્ષથી ૮૦૦ થી વધારે ગર્ભપાતની કીટોનું ઓનલાઇન એમેઝોનના પ્લેટફોર્મ દ્વારા વેચાણની વિગતો આ તંત્રના અધિકારીઓ એ ઝડપી પાડી છે.


આ ઉપરાંત DKT India, Mumbai ના C&F મીત્રાય ડીસ્ટ્રીબ્યુટર્સ, આનંદનગર રોડ, સેટેલાઇટ, અમદાવાદ ખાતે ઔષધ નીરીક્ષકની તપાસ દરમ્યાન આશરે ૨૧૪૦૩ કીટનો જથ્થો જોવા મળેલ. જેમાંથી નમુના લઈ ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે પૃથ્થકરણ અર્થે નમુના મોકલી આપવામાં આવ્યા છે. અહેવાલની રાહ જોવાઇ રહેલ છે અને બાકી વધેલ તમામ જથ્થાનું વેચાણ તાત્કાલીક ધોરણે સ્થગીત કરવામાં આવ્યું છે અને વધુ તપાસ ચાલુ છે.  કોશિયાએ ઉમેર્યુ કે, આ અંગેની વધુ તપાસમાં અમદાવાદ વિભાગ-2 ના અધિકારીઓએ M/s. Savizera કંપનીના Marketing Representative વિપુલભાઈ શૈલેષભાઈ પટેલ, ચાંદખેડા, ના ઘરેથી CLEAN KIT ઉત્પાદક પેઢી A.N.D Healthcare, Mohali, Punjab, અને CONTRAPIL KIT, ઉત્પાદક પેઢી Synokem Pharmaceuticals Ltd., Haridwar, Uttrankhand,  Marketed By Cadila Pharmaceuticals Ltd., ની દવા ઉમિયા સર્જીકલ મોનીશ પંચાલ પાસેથી ગેરકાયદેસર રીતે 700 KIT નું વેચાણ બિલો વગર અમદાવાદ તથા સમગ્ર ગુજરાતમાં ડોકટર અને અન્ય ઈસમો વેચાણ કરાયું છે.જેના નમુના લેવાયા છે. જેના આધારે  અમદાવાદ વિભાગ-2 ના અધિકારીઓએ વિપુલ શૈલેષભાઈ પટેલ રહેણાંક પર દરોડા પાડી 6 લાખ રૂ ની KIT જપ્ત કરી છે. જેમાંથી નમુના લઈ ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે પૃથ્થકરણ અર્થે નમુના મોકલી આપવામાં આવ્યા છે અને અહેવાલની રાહ જોવાઇ રહેલ છે.


ઉપરાંત અમદાવાદ વિભાગ-2 ના ઔષધ નિરીક્ષક દ્વારા  વગર પરવાને ગેરકાયદેસર રીતે વેચાણનો ગુન્હો નોંધી   વિપુલ શૈલેષભાઈ પટેલ ની સામે ઔષધ સૌદર્ય પ્રસાધન  ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને આ કામમાં સંડોવાયેલ અન્ય વધુ એક વ્યકિતને તુષાર હિંમતલાલ ઠકકર  પણ આવી ગેરકાયદેસર Pregnancy Termination Kit નું વેચાણ કરી છે. તેવી બાતમીના આધારે ડીસા ખાતે તેઓના રહેઠાંણ અમૃતનગર, રાજ હોટલ સામે, ડીસા, તેઓના ઘરે પાલનપુરના મદદનીશ કમિશ્નરની આગેવાનીમાં પાલનપુર અને મહેસાણાના ઔષધ નિરીક્ષકોઓ દ્વારા  ત્યાં  દરોડા પાડતા તેમાં KLEEN KIT, ANTI PREG KIT અને લેબલ વગર Oxytcoin  Injection નો આશરે 3,00,000 નો જથ્થો જપ્ત કરેલ છે. જેમાંથી નમુના લઈ ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે પૃથ્થકરણ અર્થે નમુના મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તુષાર હિંમતલાલ ઠકકર ને ત્યાંથી નારકોટીક અને સાયક્રોટોપીક ડ્રગ્સ નો Alpracan 0.5 Tablets (containing Alprazolam), Editax N-2 Tablets (containing Buprenorphine and Naloxone) and SPAS-Trancan Tablets (containing Tramadol) નો 1,05,000 નો જથ્થો પણ પાલનપુર ની ટીમ દ્વારા ઝડપી  પાડેલ છે.


તુષાર હિમતલાલાલ ઠકકર આ અંગે કોઈ દવાના પરવાના ધરાવતા નથી અને વગર પરવાને દવાનુ  વેચાણ કેટલાય સમયથી આ ગેરકાયદેસર  પ્રવૃત્તિ કરતા હોવાનું તેમજ તપાસ સમયે પોતે પણ નશાકારક દવાનું સેવન કરતાં હોવાનું માલુમ પડ્યુ છે. નારકોટીક અને સાયક્રોટોપીક ડ્રગ્સ નું વગર લાયસન્સે ગેરકાયદેસર રીતે વેચાણ કરવું તે ખુબ જ મોટો ગુન્હો છે. આથી તેઓને પાલનપુરના મદદનીશ કમિશનર દ્વારા નારકોટીક, પાલનપુર સેલના અધિકારીઓને આગળની કડક કાર્યવાહી માટે સોપવામાં આવ્યા છે અને નારકોટીક સેલ આ બાબતે તેઓને કસ્ટડીમાં લઈ સઘન તપાસ ચાલુ કરી છે અને આવી દવાઓ તેઓ રાજસ્થાન ખાતેથી લાવતા હોવાની વિગતો મળતાં ખોરાક અને ઔષધ નિયમન  તંત્ર, પાલનપુરની ટીમે આ  આગળની ઉંડાણપૂર્વક તપાસ ચાલુ છે. 


ડૉ. કોશિયા કહ્યુ કે,આ કૌભંડમાં પિન્ટુ પી. શાહ, અમદાવાદ,વિનોદ મહેશ્વરી, લોકેશ મહેશ્વરી જેઓ કરણી ડીસ્ટ્રીબ્યુટર્સ, ડીસાના માલિક અને પર્સન ઈન્ચાર્જ રાજેશ યાદવ અને નિલય બોરા, DKT India, Mumbai ના Marketing Representative, M/s K. V. Enterprise, Surat ના માલિક ઝવેરભાઇ ધનજીભાઇ સંગાળા,Mitray Distributors, અમદાવાદ જેઓ DKT India, Mumbai ના C&F છે. M/s. Savizera કંપનીના Marketing Representative, વિપુલ શૈલેશભાઈ પટેલ, ચાંદખેડા, અમદાવાદ,તુષાર શૈલેષભાઈ ઠકકર ડીસા બનાસકાંઠા  ઉમિયા સર્જીકલ, મોનીશ પંચાલ મળી કુલ આઠ વ્યકિતો સામે ગુનો નોધવામાં આવ્યો છે. આ કામમાં સંડોવાયેલ તમામ વ્યકિતઓ સામે ઔષધ અને સૌદર્ય પ્રસાધન ધારાની જોગવાઈ મુજ્બ કડક કાર્યવાહી ચાલુ કરાઈ છે અને પકડાયેલ વ્યકિતઓ સામે કાયદેસરની કડકમા કડક કાર્યવાહી આદેશો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જારી કરાયા છે. 


આ સમગ્ર કાર્યવાહીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની આઇ.બી. શાખાના મદદનીશ કમિશ્નર, વાય.જી.દરજી, અમદાવાદ ઝોન-૨ના મદદનીશ કમિશ્નર વી.ડી.ડોબરીયા, પાલનપુરના  મદદનીશ કમિશ્નર, ડૉ.એમ.પી.ગઢવી, વડોદરાના મદદનીશ કમિશ્નર જે.પી.પટેલ તથા ડ્રગ ઇન્‍સપેક્ટર ગાંધીનગર, અમદાવાદ વિભાગ-૨, પાલનપુર, મહેસાણા, વડોદરા અને સુરતની ટીમ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી છે. આવા ગુનાહીત માનસ ધરાવતા તેમજ ટૂંકાગાળામાં પૈસાદાર થવા ઈચ્છતા ઓનલાઇન પ્લેટફોર્મનો લાભ લઈ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે તેમ તેમણે ઉમેર્યુ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube