અમદાવાદની હોસ્પિટલમાં વિચિત્ર હરકત; પ્રસુતાને નિર્વસ્ત્ર છોડી દીધી, હૉસ્પિટલના કપડાં પણ ઉતારી લીધા
અમદાવાદની LG હોસ્પિટલમાં છ કામદારોને સસ્પેન્ડ કરાતા એક મોટી ઘટના પરથી પડદો ઉંચકાયો હતો. LG હૉસ્પિટલમાં માનવતા મરી પરવારી હોય એવી ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં બક્ષિસ ન મળતા કર્મીઓએ પ્રસૂતાને નિર્વસ્ત્ર છોડી હતી. આ અંગેનો વીડિયો વાયરલ થયા બાદ આખરે કરાઇ કાર્યવાહી
અતુલ તિવારી / અમદાવાદ: અમદાવાદની LG હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. કામદારોએ પ્રસુતા પાસે 2 હજાર રૂપિયા બક્ષીસ રૂપે માંગ્યા હતા, પરંતુ પ્રસુતા બક્ષીસ ન આપતા કામદારોએ બેડ પર નિર્વસ્ત્ર છોડી દીધી હતી. આ ઘટનાની જાણ થતાં 6 કામદારોને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ડેપ્યુટી કમિશનર એક્શનમાં આવ્યા હતા અને 6 કામદારોને સસ્પેન્ડ કર્યા હતા.
'ભાષણબાજી કરે એ કોઈ દી કામ ના કરે અને મને એ ફાવતું નથી', પરષોત્તમ સોલંકી થયા ભાવુક
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં આવેલી LG હોસ્પિટલમાં છ કામદારોને સસ્પેન્ડ કરાતા એક મોટી ઘટના પરથી પડદો ઉંચકાયો હતો. LG હૉસ્પિટલમાં માનવતા મરી પરવારી હોય એવી ઘટના સામે આવી છે, જેમાં એક પ્રસુતાને ડિલીવરી બાદ કામદારોએ તેને નિર્વસ્ત્ર છોડી દીધી હતી. એટલુ જ નહીં, હૉસ્પીટલ દ્વારા અપાયેલા કપડાં પણ ઉતારી લીધા હતા. આ સમગ્ર ઘટના ડિલીવરી બાદ માતા તરફથી કામદારોને બક્ષીસ ના મળવાના કારણે ઘટી હતી.
Ahmedabad Airport: પિક્ચર જેવો ખતરનાક સીન! અમદાવાદમાં રનવે ને અડી ફરી ઉડ્યું પ્લેન
કામદારો દ્વારા પ્રસુતા પાસે માંગણી કરાઈ હતી કે દીકરો આવે કે દીકરી બક્ષિસ તો આપવી જ પડશે. પરંતુ પ્રસુતા અને તેના પરિવારજનોએ એમ ના કરતાં કામદારો ખરાબ વર્તન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, AMC ની હોસ્પિટલમાં દરેક પરિવારને બક્ષિસ માટે હેરાન કરાય છે તેવી અનેક ફરિયાદો ઉઠી હતી છતાં પણ યોગ્ય પગલાં લેવાયો નહોતા.
કપડાં કાઢી ફોટો મોકલ, મારે તારી 'ફિટનેસ' જોવી છે! ઉંચા ઘરની મહિલા સાથે જીમની હરકત
મહત્વનું છે કે AMCની હોસ્પિટલમાં દરેક પરિવારને બક્ષિસ માટે હેરાન કરાતા હોવાની અનેક ફરિયાદો લોકો દ્વારા થતી હોય છે. પરંતુ આજ દીન સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી કરાઈ. પરંતુ LG હોસ્પિટલમાં 2 હજારની બક્ષીસ માટે પ્રસુતા સાથે અમાનીયવ વર્તન થતાં ડેપ્યુટી કમિશનરે કડક કાર્યવાહી કરીને 6 કામદારને સસ્પેન્ડ કરી દીધા છે.