અરેરાટી થઈ જાય તેવા CCTV : અમદાવાદમાં ગાયનો મહિલા પર હુમલો, આ જોઈ 9 ગાય હુમલો કરવા દોડી આવી
Cow Attack : અમદાવાદના નરોડા વિસ્તારમાં રખડતાં ઢોરનો આતંક... નરોડાના નવરંગ ફ્લેટ પાસે ગાયે મહિલા પર કર્યો હુમલો... એક ગાય પછી અનેક ગાયો સ્થળ પર આવી પહોંચી... અન્ય ગાયો હુમલો કરે તે પહેલા સ્થાનિકોએ મહિલાને બચાવી... ગંભીર હાલતમાં મહિલા હાલ સારવાર હેઠળ...
Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : સ્માર્ટસિટીનું બિરુદ મળવા છતાં અમદાવાદ રખડતા ઢોરનો આતંક યથાવત છે. રખડતી ગાયોનો આતંકથી અમદાવાદીઓને ક્યારે મુક્તિ મળશે. આવામાં ગઇ કાલે નરોડા નવરંગ ફ્લેટ પાસે ગાયે મહિલા પર હુમલો કર્યો હતો. જેના બાદ મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી. એક ગાયના હુમલા બાદ 9 ગાય મહિલા પર હુમલો કરવા દોડી આવી હતી, પરંતુ સ્થાનિકોએ મહિલાને બચાવી લીધી હતી.
નરોડા વિસ્તારમાં પગપાળા જતી મહીલા પર ગાયે જીવલેણ હુમલો કર્યો હતો. નવરંગ ફ્લેટ નજીકથી પસાર થતી મહિલા તરફ એક ગાય ધસી આવી હતી, જેના બાદ મહિલા જમીન પર પટકાઈ હતી. જમીન પર પડેલી મહીલા પર ગાયે કેટલાય સમય સુધી હુમલો કર્યો હતો. આ બાદ મહિલા પર ગાયના હુમલા બાદ એક બાદ એક કુલ 9 ગાય એકઠી થઈ ગઈ હતી. એક સ્થાનિક શખ્સે મહિલાને ગાયના ચુંગાલમાંથી બચાવી લીધી હતી. જેથી મહિલાનો જીવ બચ્યો હતો.
રાજકીય વર્તુળોમાં શંકર ચૌધરીની ચર્ચા, E-વિધાન પ્રોજેક્ટને સફળ બનાવી બીજું શું લાવશે?
એપ્રિલ 2023 થી ઓગષ્ટ 2023 એએમસી દ્વારા રખડતા ઢોર મામલે કરાયેલી કામગીરીના આંકડા
પકડાયેલા પશુ - 5585
છોડાયેલા ઢોરની સંખ્યા - 517
પાંજરાપોળમાં રખાયેલા ઢોર - 3098
પોલીસ ફરીયાદ - 243
દંડ - 3186107
ઘાસચારો જપ્ત - 19755 કીલો
ઘાસચારા વેચાણ વિરુધ્ધ ફરીયાદ - 568
rfid ટેગીંગ - 12962
વાલીઓ નાઈટ ડ્રેસ કે ટૂંકાં કપડા પહેરી નહિ આવી શકે, ગુજરાતના આ શહેરમા મૂકાયો પ્રતિબંધ
રાજ્યમાં રખડતાં ઢોર અંગે સરકારે થોડા દિવસ અગાઉ ગાઈડલાઈન જાહેર કરી હતી. મનપા, નપા માટે સરકારે ગાઈડલાઈન જાહેર કરી હતી. રોડ પર રખડતા ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું હતું. રજિસ્ટ્રેશન વગરના ઢોર હશે તો જપ્ત કરવાની જોગવાઈ હતી. મનપા અને નપાએ પશુઓમાં ટેગ લગાવવાની કામગીરી કરવી પડશે. સાથે જ જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ટેગ વગરના ઢોર માટે 10થી 1 હજાર સુધી દંડની જોગવાઈ કરાઈ હતી. છતા હજી સુધી કોઈ પ્રયાસો હાથ ધરાયા હોય તેવુ લાગતુ નથી.
જયેશ રાદડિયાએ નામ લીધા વિના અનેક આગેવાનોને ઝાટકી નાંખ્યા, કહ્યું-સાનમાં સમજી જજો