ગૌરવ પટેલ, અમદાવાદ: ગત મહિને રાજ્યમાં યોજાયેલી મહાનગર પાલિકાની (Municipal elections) માં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ કોંગ્રેસમાં ધડાધડ રાજીનામા પડવાનું શરૂ થઇ ગયું હતું. અમદાવાદ કોર્પોરેશનમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. પાર્ટીને અહીં 192માંથી માત્ર 25 સીટો મળી હતી. હવે આ હારની જવાબદારી સ્વીકારી અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલે (Shashikant Patel) પણ ગત મહિને રાજીનામુ આપ્યું હતું. આ જ પ્રમાણે સુરતમાં પણ કોંગ્રેસ (Congress) નો પરાજય થતાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકા (Babubhai raika) એ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) દ્વારા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશીકાંત પટેલ (Shashikant Patel) અને સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાબુભાઇ રાયકા (Babubhai raika) નું રાજીનામુ સ્વીકારવામાં આવ્યું છે. નવા પ્રમુખની નિમણુંક ન થાય ત્યાં સુધી અમદાવાદ શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે  ચેતનભાઈ રાવલ અને સુરત શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે નૈષધભાઈ દેસાઈને જવાબદારી સોંપવામાં આવે છે.


અત્રે ઉલ્લેખનીય છે કે પાટીદારોના ગઢ ગણાતા સુરત કોર્પોરેશનની ચૂંટણીનું પરિણામ (SMC Election Result) કોંગ્રેસ માટે આંચકાજનક રહ્યા હતા. સુરતમાં કોંગ્રેસને પાછળ છોડી આમ આદમી પાર્ટી (AAP) આગળ નિકળી ગઇ હતી. આમ આદમી પાર્ટીએ 120 બેઠોકોમાંથી 27 બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube