અમદાવાદના SVPI એરપોર્ટને સતત બીજા વર્ષે `બેસ્ટ રીજીનલ એરપોર્ટ ઓફ ધ યર`નો એવોર્ડ
Ahmedabad Airport: અમદાવાદનું SVPI એરપોર્ટ ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવો પ્રદાન કરવા અવિરત કાર્યરત છે. પ્રવાસીઓની બહેતર સુવિધાઓ માટે તેમની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ સમજી તેને સાકાર કરવાની દિશામાં SVPI સમર્પિત પ્રયાસો કરતુ રહ્યું છે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને પ્રતિષ્ઠિત એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ, એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા (ASSOCHAM) દ્વારા ‘બેસ્ટ રીજીનલ એરપોર્ટ ઓફ ધ યર’નો એવોર્ડ એનાયત થયો છે. દિલ્હી ખાતે આયોજીત કાર્યક્રમમાં સતત બીજા વર્ષે SVPIને 25 મિલિયન કેટેગરી હેઠળ ‘બેસ્ટ રીજીનલ એરપોર્ટ’નો એવોર્ડ એનાયત કરાયો છે. બુધવાર (18 જાન્યુ.)એ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતીમાં SVPI એરપોર્ટને પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત થયું છે.
અમદાવાદનું SVPI એરપોર્ટ ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવો પ્રદાન કરવા અવિરત કાર્યરત છે. પ્રવાસીઓની બહેતર સુવિધાઓ માટે તેમની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ સમજી તેને સાકાર કરવાની દિશામાં SVPI સમર્પિત પ્રયાસો કરતુ રહ્યું છે. SVPI એ બે ટર્મિનલ બિલ્ડીંગ વચ્ચે શટલ તરીકે ઈલેક્ટ્રિક સેડાન કારનો ઉપયોગ, એરપોર્ટને જોડતી કનેક્ટિવિટીમાં વધારો, મુસાફરો માટે બહેતર રિટેલ, ફૂડ અને ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન જેવી અનેક પહેલો કરી છે. એરપોર્ટ ટર્મિનલની અંદર અને બહાર સ્વચ્છતા, સલામતી અને સુરક્ષા અવ્વલ દરજ્જાની છે.
ગુજરાતમાં શીત લહેરને લઈને મહત્વપૂર્ણ એડવાઈઝરી, લોકોને થઈ શકે છે હાઈપોથર્મિયા!
14મી ઇન્ટરનેશનલ ASSOCHAM નેશનલ કાઉન્સિલ કોન્ફરન્સ કમ એવોર્ડ્સ દ્વારા મુંબઈના એરપોર્ટને શ્રેષ્ઠ સસ્ટેનેબલ એરપોર્ટ કેટેગરીમાં છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને શ્રેષ્ઠ પ્રાદેશિક એરપોર્ટ કેટેગરીમાં લખનૌના ચૌધરી ચરણ સિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટને પણ આપવામાં આવ્યું છે.
મોટો નિર્ણય: બાળકોને ઠંડીથી રક્ષણ મળે તેવું જેકેટ- સ્વેટર પહેરાવીની છૂટ, ફરજિયાત નથી
ASSOCHAM નેશનલ કાઉન્સિલ ઓન સિવિલ એવિએશન એન્ડ એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે SVPI એરપોર્ટને વર્ષના શ્રેષ્ઠ પ્રાદેશિક એરપોર્ટ તરીકે જાહેર કર્યું છે. ASSOCHAM નેશનલ કાઉન્સિલ ઓન સિવિલ એવિએશન એન્ડ એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અગ્રણી એરલાઈન્સ, એરપોર્ટ ડેવલપર્સ, કાર્ગો ઈન્ડસ્ટ્રી, ફ્રેઈટ ફોરવર્ડર્સ, ડ્રોન, લોજિસ્ટિક્સ અને MRO કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે. બુધવારે નાગરિક ઉડ્ડયન વિશે 14મી વાર્ષિક ઈન્ટરનેશનલ કોન્ફરન્સ-કમ-એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
મનફાવે તેમ વ્યાજ વસુલતા વ્યાજખોરો ચેતે! આ ધંધો છોડો કાં તો ગુજરાત છોડો: ઋષિકેશ પટેલ