અમદાવાદ: રાયપુર ભજીયા હાઉસમાં આગ બાદ ભયાનક બ્લાસ્ટ, એક કલાકે આગ કાબુમાં આવી
શહેરના ખોખરના સર્કલ નજીક આવેલા રાયપુર ભજીયા હાઉસની દુકાનમાં ભીષણ આગ લાગી ગઇ હતી. આગના પગલે ફાયરબ્રિગેડને આગનો મેસેજ મળતાની સાથે જ 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ એટલી ભયાનક હતી કે આસપાસની દુકાનો અને વિસ્તારમાં પણ દહેશત વ્યાપી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ લેતા આસપાસની 4થી 5 દુકાનો પણ આગને ઝપટે ચડી ગઇ હતી. ફાયર દ્વારા હાલ આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે.
અમદાવાદ : શહેરના ખોખરના સર્કલ નજીક આવેલા રાયપુર ભજીયા હાઉસની દુકાનમાં ભીષણ આગ લાગી ગઇ હતી. આગના પગલે ફાયરબ્રિગેડને આગનો મેસેજ મળતાની સાથે જ 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ એટલી ભયાનક હતી કે આસપાસની દુકાનો અને વિસ્તારમાં પણ દહેશત વ્યાપી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ લેતા આસપાસની 4થી 5 દુકાનો પણ આગને ઝપટે ચડી ગઇ હતી. ફાયર દ્વારા હાલ આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે.
વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધામાં 19 વર્ષીય સુરતી યુવતીએ બાજી મારી, તોફાની દરીયાને કર્યો મ્હાત
બીજી તરફ ફાયર વિભાગને સૌથી મોટી ચિંતા અંદર રહેલા ગેસ સિલિન્ડરની છે. અંદર ગેસ સિલિન્ડર વધારે હોવાને કારણે આ આગમાં અચાનક બ્લાસ્ટ થવાની શક્યતા છે. જેના કારણે ફાયર જવાનો પણ પુરતી તકેદારી સાથે આગ બુઝાવવાનું કામ કરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, ખોખરા સર્કલ ખાતેના રાયપુર ભજીયા હાઉસમાં તપાસ દરમિયાન સામે આવ્યું કે, એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ અને ગેસ લીક થતા આગ ભડકી ઉટી હતી. ભજીયા હાઉસની દુકાન નજીકથી પસાર થતી ગેસ લાઇનમાં લિકેજ થયું હતું.
GUJARAT CORONA UPDATE: રાજ્યમાં નવા 71 કેસ, 140 દર્દી રિકવર થયા, 1 નાગરિકનું મોત
આગને 1 કલાક બાદ કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આઠ જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. તેમ છતા પણ આગ પર કાબુ મેળવવામાં 1 કલાક કરતા પણ વધારેનો સમય ગયો હતો. હાલ જાનહાની અંગેના કોઇ સમાચાર નથી. જો કે આગના કારણે ન માત્ર દુકાન પરંતુ આસપાસની દુકાનોમાં પણ ખુબ જ નુકસાન થયું છે. હાલ તો બ્લાસ્ટ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ભયાનક બ્લાસ્ટ બાદ લોકો દોડતા ભાગતા જોવા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube