AHMEDABAD: શહેરની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભયાનક આગ, ફાયરની 36 ગાડીઓ ઘટના સ્થળે
શહેરના વટવા GIDC ફેઝ-૩ માં પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગી છે. બ્લાસ્ટના અવાજો સાથે ભારે આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફડા તફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટના અંગે માહિતી મળતા જ ફાયર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. પોલીસે કાફલો બોલાવ્યો ચારે તરફ આગના ધુમાડાઓ પસરતા વાતાવરણ ધુધળુ બન્યું હતું. ઘણે દુરથી જ જોઇ શકાય એટલી ભયાનક આગ લાગી છે. ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલની જાહેરાત કરવામાં આવી છે.
અમિત રાજતુપ/અમદાવાદ : શહેરના વટવા GIDC ફેઝ-૩ માં પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગી છે. બ્લાસ્ટના અવાજો સાથે ભારે આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફડા તફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટના અંગે માહિતી મળતા જ ફાયર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. પોલીસે કાફલો બોલાવ્યો ચારે તરફ આગના ધુમાડાઓ પસરતા વાતાવરણ ધુધળુ બન્યું હતું. ઘણે દુરથી જ જોઇ શકાય એટલી ભયાનક આગ લાગી છે. ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલની જાહેરાત કરવામાં આવી છે.
ઘટના અંગે પ્રાથમિક માહિતી મળતા ફાયરે મોરચો સંભાળ્યો હતો. જો કે આગ વિકરાળ હોવાનું લાગતા જ ફાયર દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. સમગ્ર અમદાવાદની કુલ 36 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. આગને કાબુમાં લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે કોઇ પ્રકારની આગમાં કોઇ વ્યક્તિનું મોત નિપજ્યું હોવાની શક્યતા નહીવત્ત છે. પરંતુ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક બળ્યું છે. જેના કારણે આસપાસનું વાતાવરણ પણ ધુંધળુ બન્યું છે. આસપાસનાં વિસ્તારમાં ભયાનક કાળો ધુમાડો જોઇ શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube