અમદાવાદ: માત્ર 8 હજારની ઉઘરાણીની તકરારમાં હત્યા કરનાર આરોપીની ધરપકડ
તાજેતરમાં જ વેજલપુર વિસ્તારમાં આવેલ ફતેવાડી કેનાલ નજીકથી યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. અને વેજલપુર પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મૃતક વિકાસ પાંડેની થયેલી હત્યાનો ભેદ આખરે ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે.
મૌલિક ધામેચા/અમદાવાદ: તાજેતરમાં જ વેજલપુર વિસ્તારમાં આવેલ ફતેવાડી કેનાલ નજીકથી યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. અને વેજલપુર પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મૃતક વિકાસ પાંડેની થયેલી હત્યાનો ભેદ આખરે ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચે હત્યા કરનાર એક આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે વિકાસ પાંડેનો મૃતદેહ ફતેહવાડી નજીક કોથળામાંથી મળ્યો હતો. બાદમાં ચોક્કસ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચે મહોમ્મદ ઉજેબિર નામના આરોપીની ધરપકડ કરી છે.
સાબરમતી જેલ બની યુપીના ખૂંખાર ગેંગસ્ટર અતીક અહેમદનું નવુ સરનામુ, આજે ટ્રાન્સફર કરાયો
પોલીસની પ્રાથમિક પૂછપરછ માં સામે આવ્યું છે કે મૃતક પાસે આરોપીઓને ફનીર્ચરના કામ કર્યા બાબતમાં 8 હજારની ઉઘરાણી બાકી હતી જે અંગે બોલાચાલી તકરાર થતા હત્યા કરી લાશ નાખી દેવામાં આવી હતી. જ્યારે આ હત્યા કેસમાં સંડોવાયેલા બે આરોપીઓ હાલ ફરાર છે.