ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદમાં એક યુવતીએ 11 માં માળેથી નીચે ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા કોર્પોરેટ રોડ પરનાં પીનાકલ બિઝનેશ પાર્ક માંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કેસ અમારા માટે નોર્મલ નથી, મોસ્ટ સિરીયસ..', હર્ષ સંઘવીનું ઇસ્કોન બ્રિજ અકસ્માત પર


પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પીનકલ બિઝનેસ પાર્કમાં ત્રીજા માળે એડવાંટમેડ નામની કંપનીમાં મેડિકલ રેકોર્ડ રિવ્યૂઅર તરીકે કામ કરતી રૂપાલી શ્રીવાસ્તવ નામની યુવતીએ બિલ્ડિંગમાં 11માં માળેથી નીચે પટકાઈ આપઘાત કર્યો હતો. મૃતક યુવતીના રૂપાલી તેની બહેન સાથે રહેતી હતી અને બંને બહેનો એક સાથે જ કામ કરતી હતી. 


13 ઈંચ વરસાદથી નવસારી જળબંબાકાર; જનજીવન અસ્તવ્યસ્ત, રાજ્યમાં 275 રોડ બંધ


આજે સવારે 8 વાગ્યાની આસપાસ રૂપાલી ઓફિસ પહોંચી હતી જ્યાં એકાદ કલાક કામ કર્યા બાદ તેની બહેનને થોડીવારમાં આવું છું. તેમ કહી બિલ્ડિંગમાં 11માં માળે પહોંચી હતી અને ત્યાં બ્લેડથી પોતાના ગળું અને હાથમાં ઈજાઓ પહોંચાડી હતી. જોકે તેમાં સફળતા નહીં મળતા 11માં માળેથી નીચે પડી આપઘાત કર્યો હતો. 


કળયુગનો શ્રવણ: માતાનું અંગદાન કરીને 20 વર્ષના પુત્ર એ 4 જીંદગી બચાવી! પુત્રધર્મ સાથે


પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે મૃતક રૂપાલીને આંખની બીમારી હતી. રૂપાલી છેલ્લા 15 દિવસથી રજા પર હતી અને આજથી જ ઓફિસ શરૂ કરી હતી. હાલ તો પોલીસે રૂપાલાના પરિવારને જાણ કરી છે. જોકે ખરેખર રૂપાલી એ બીમારીથી કંટાળી આપઘાત કર્યો છે કે અન્ય કોઈ કારણ હે તે જોવું રહ્યું. 


Sara Ali Khan: હર હર મહાદેવના નાદ કરતી સારા અલી ખાન પહોંચી અમરનાથ ધામ, જુઓ Video