અમદાવાદ : ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ ચુકી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધારે મૃત્યુ અમદાવાદમાં થઇ રહ્યા છે. જે આંકડો ખુબ જ ચોંકાવનારો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 1968 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. દેશમાં પાંચ શહેરના મૃત્યુદર પર નજર કરીએ તો સૌથી વધારે મૃત્યુદર અમદાવાદ શહેરમાં છે. ત્યાર બાદ મુંબઇ આવે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઇમાં 3.9 ટકા, ત્રીજા ક્રમે કોલકાતા 2.5 ટકા સાથે છે. દેશનાં મૃત્યુઆંકમાં ગુજરાત ચોથા ક્રમે છે. દેશમાં કોરોનાના દર્દીનો સરેરાશ મૃત્યુદર 2.4 ટકા છે. જ્યારે ગુજરાતનો મૃત્યુદર 4.2 ટકા છે. ગુજરાત બાદ મહારાષ્ટ્ર 3.6 ટકા સાથે બીજા ક્રમે આવે છે. ગુજરાતમાં સબ સલામતના દાવા વચ્ચે જો મૃત્યુદર પર નજર કરીએ તો આંકડો ખુબ જ ચોંકાવનારો સામે આવે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર જિલ્લામાં કુલ 47309 કેસ છે. જેની સામે 1968 દર્દીઓનાં મૃત્યુ થયા છે. જ્યારે મુંબઇમાં 2.75 લાખ કેસ છે જેની સામે 10675 મોત થાય છે. જ્યારે કોલકાતામાં 99909 કેસની સામે 2505 દર્દીનાં મૃત્યુ થયા છે. બીજી તરફ બેંગ્લુરૂમાં 3 લાખથી વધારે કેસ છે અને મોત 4068 મોત છે. તો ચેન્નાઇમાં 2 લાખથી વધારે કેસ છે તેની સામે 3818ના મોત થયા છે. એટલે કે આ છ શહેરોની તુલના કરવામાં આવે તો અમદાવાદનો મૃત્યુદર ખુબ જ ઉંચો છે. અન્ય શહેરોમાં અમદાવાદની તુલનાએ કેસ વધારે આવી રહ્યા છે પરંતુ મૃત્યુદર ઓછો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube