અમદાવાદ : અમદાવાદમાં ફરી એકવાર કોરોના ખુબ જ વકરી રહ્યો છે ત્યારે વકરતા કોરોનાને કાબુ નહી કરી શકવાનાં કથિત કારણોસર પોતાનું પદ ગુમાવનાર વિજય નેહરા (Vijay Nehra) ફરી કોરોના વકરી રહ્યો છે ત્યારે ચર્ચામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા કમિશ્રનર (Commissioner)ને ફાળવવામાં આવતો બંગલો વિજય નેહરા (Vijay Nehra)એ હજી સુધી છોડ્યો નથી. એટલે કે પદ છોડ્યું પણ પદ સાથે મળતી સવલતો નેહરા છોડવા માટે તૈયાર નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશ્રરને આ બંગલો ફાળવવામાં આવતો હોય છે. જો કે આ બંગલો પદ છોડ્યા પછી પણ વિજય નેહરા (Vijay Nehra) છોડવા માટે તૈયાર ન હોય તેમ લાગી રહ્યું છે. તેથી પદનો મોહ જેમ સરકારે (Government)  છોડાવ્યો તેમ બંગલો પણ હવે સરકાર (Government) ે જ દંડ દ્વારા છોડાવવો પડે તેવી સ્થિતી પેદા થઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ જિલ્લાના બે ગામમાં સિનિયર સિટીઝનોનું 100 ટકા રસીકરણ, શહેર કરતાં ગામડા જાગૃતિ વધી


અત્રે ઉલ્લેખનીય છે કે, વિજય નેહરા (Vijay Nehra) છેલ્લા 10 મહિનાથી રાજ્ય સરકાર (Government) નાં ગ્રામીણ વિકાસ વિભાગનાં સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યાં તેમને અલગથી વ્યવસ્થા પણ સરકાર (Government)  દ્વારા આપવામાં આવતી હોય છે. જો કે નેહરાને આ બંગલો છોડી ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. બંગલો ખાલી નહી થઇ રહ્યો હોવાની ચર્ચા કોર્પોરેશનનાં વર્તુળોમાં ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંગલોમાં વિજય નેહરા (Vijay Nehra) દ્વારા પોતાની ઇચ્છા અનુસાર કેટલાક ફેરફારો કરાવવામાં આવ્યા હોવાથી તેઓ બંગલો ખાલી નહી કરી રહ્યા હોવાની ચર્ચા છે. 


ઉદ્યોગપતિઓની લાપરવાહીને કારણે વાપીમાં કોરોનાનો કહેર વધ્યો


અત્રે ઉલ્લેખનીય છે કે, એએમસી કમિશ્નર બન્યા ત્યારે તેમણે સંપુર્ણ બંગ્લાનુ રિનોવેશન કરાવ્યું હતું. સંપુર્ણ બંગ્લાનો લુક બદલીને નવી ટેક્નોલોજી, ડિઝાઇ અને ઇન્ટિરીયર સહિતની કામગીરી કરાવી હતી. જેના માટે કોઇ ચોક્કસ અધિકારી દ્વારા તેમનો સાથ આપવામાં આવ્યો હતો.  જેના માટે વિજય નેહરા (Vijay Nehra)એ તે સ્પેશિયલ અધિકારી વિવાદિત હોવા છતા પણ તેને બઢતી આપી હતી. પોતાના સ્પેશ્યલ પાવર્સનો ઉપયોગ કરીને તેને કેટલાક અન્ય ફાયદાઓ પણ પહોંચાડ્યાની એએમસી વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં ખાસ હોવાનું પણ માનવામાં આવે છે. એટલા માટે જ તેઓને કોરોના કાળ દરમિયાન અનેક લાઇફ લાઇનો પણ મળી ચુકી હોવાનું વર્તુળો જણાવી રહ્યા છે. જો કે કોરોના બેકાબુ થતા અને ચોતરફી દબાણ થતા આખરે તેમની બદલી કરવાની સરકારને ફરજ પડી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube