ઉદય રંજન/અમદાવાદ : ગુજરાતી ફિલ્મ મૃગતૃષ્ણા રીલીઝ થતા પહેલા ફિલ્મની ઓરીજીનલ કોપી સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર આરોપી સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. ગુજરાતી ફિલ્મની લીંકના આધારે  ડોનેશનના નામે પૈસા પડાવી ચીટીંગ આચરતા હોવાનું સામે આવ્યુ છે. સાયબર ક્રાઇમ કસ્ટડીમાં ઉભેલા આરોપીનું નામ છે શક્તિ બળવંતસિંહ ગોહિલ. આરોપી અમદાવાદનાં વસ્ત્રાલ વિસ્તારમાં રહે છે. આરોપી શકિત બળવંતસિંહ ગોહિલ ગુજરાત કોપીરાઇટ નામની ચેનલ બનાવી ગુજરાતી ફિલ્મ મૃગતૃષ્ણા રીલીઝ થયા પહેલા તેની ઓરીજીનલ કોપી ટેલીગ્રામ પર વાયરલ કરી ડોનેશનના નામે પૈસા પડાવતો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતિએ કહ્યું મને અને મારા બોસને ખુશ કરી દે, પછી તારા જીવનમાં ચાર ચાંદ લાગી જશે અને..


લિંકમાં નીચે તેનો યુપીઆઇ આઇડી પણ મૂકતો હતો. જોકેં સાયબર ક્રાઇમની ટીમે ફરિયાદના આધારે તપાસ કરતા ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડયો છે. આરોપીની ધરપકડ બાદ તપાસ કરતા આરોપીના મોબાઇલમાંથી કોન બનેગા કરોડપતિ, કપિલ શર્મા શો, બિગ બોસ, જેવી ખ્યાતનામ શોની લિંક પણ તેની ચેનલ ઉપર અપલોડ કરી ડોનેશનના નામે પૈસા પડાવતો હોવાનું  પણ સામે આવ્યું છે. આરોપી નાની ઉંમરે જલ્દી અને વધુ પૈસા કમાવવાની  લાલચે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનું કૃત્ય કરતો હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે.


[[{"fid":"345737","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
(ઝડપાયેલો આરોપીઓ)


AHMEDABAD માં બેઠો હતો આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટરનો માસ્ટર માઇન્ડ, ફિલ્મોને ટક્કર મારે તેવું જીવન


ઉલ્લેખનીય છે કે, ફિલ્મ મૃગતૃષ્ણા વર્ષ 2020 ઈરાનમાં યોજનારા 33માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ફોર ચિલ્ડ્રન એન્ડ યુથ પસંદગી કરવામાં આવી હતી. હાલ તો સાયબર ક્રાઇમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી વધું તપાસ શરૂ કરી છે કે, આના સિવાય અન્ય કોઈ ફિલ્મોની કોપી રાઈટ કરીને ચીટીંગ આચરી છે કે કેમ? સાથે જ અત્યાર સુધીમાં કેટલા રૂપિયાનું ચીટીંગ આચર્યું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube