ઝી બ્યુરો/અમદાવાદ: મચ્છરજન્ય રોગનું સંક્રમણ થોડા સમયમાં ઘટતુ જોવા મળી રહ્યું છે. આ વર્ષની શરૂઆતથી નવેમ્બર સુધીમાં ડેન્ગ્યુના કુલ 2373 કેસ નોંધાયા છે. આ વર્ષે ડેન્ગ્યૂ સંક્રમિત ત્રણનાં મોત થયા છે. ગોતા, સરખેજ ઉપરાંત જોધપુર, રામોલ વોર્ડમાં ડેન્ગ્યૂના સૌથી વધુ કેસ નોંધાવા પામ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકારણમાં ભૂકંપ! CM ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં BJP કોર્પોરેટરે આપ્યું રાજીનામું


વર્ષ-2022માં શહેરમાં ડેન્ગ્યૂના કુલ ૨૫૩૮ કેસ નોંધાયા હતા. આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં ડેન્ગ્યૂના કુલ ૨૩૭૩ કેસ નોંધાઈ ગયા છે. આ વર્ષના આરંભે જાન્યુઆરીમાં ડેન્ગ્યૂથી એક દર્દીનું મોત થયુ હતુ. સપ્ટેમ્બર મહિનામાં બે દર્દીના ડેન્ગ્યૂથી મોત થયા હતા. નવેમ્બર-૨૦૨૩માં મેલેરિયાના ૯૨ ઉપરાંત ઝેરી મેલેરિયાના ૨૮ કેસ નોંધાયા છે.


'મને માફ કરજો...', વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા યુવકે ઓડિયો રેકોર્ડ કરી કર્યો આપઘાત


ડેન્ગ્યૂના ૧૪૨ તથા ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો છે.ઝાડા ઉલટીના ૨૬૯ તથાટાઈફોઈડના ૧૭૬ તેમજ કમળાના ૭૧ કેસ નોંધાયા છે.પાણીના તપાસ માટે લેવામાં આવેલા સેમ્પલ પૈકી ૨૨૯ સેમ્પલનો કલોરીન રિપોર્ટ નીલ આવ્યો છે.જયારે પાણીના ૩૧ સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે.


ચારૂબેન પટેલ: AMCની નોકરીથી ગુજરાતી ફિલ્મોના સુપર-સ્ટાર બનવાની શું છે કહાણી?


વોર્ડવાઈસ ડેન્ગ્યૂનાં કયાં-કેટલાં કેસ


વોર્ડ              કુલ કેસ
રામોલ            ૧૪૫
બહેરામપુરા      ૯૭
લાંભા             ૧૩૩
ચાંદલોડીયા     ૧૧૯
ગોમતીપુર      ૧૦૫
ગોતા             ૧૨૩
જોધપુર           ૭૦
સરખેજ         ૧૧૩
વટવા            ૭૫