Ahmedabad News મૌલિક ધામેચા/અમદાવાદ : બે દિવસ પહેલા અમદાવાદના પાલડી વિસ્તારમાં એક યુવક પર કાર ચડાવી હત્યા કરવામાં આવી. આ હત્યા કેસમાં સંડોવાયેલ મુખ્ય 3 આરોપીઓની ઝોન 7 એલસીબીએ ધરપકડ કરી છે. અંગત અદાવત અને મૃતક વધુ રૂપિયા કમાતો હોવાના મનદુખના કારણે આ હત્યા થઈ હોવાનુ સામે આવ્યુ છે. સાથે જ આ ગુનામાં ફરાર અન્ય 5 આરોપીની પોલીસે સીસીટીવીની મદદથી શોધખોળ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર,  શહેરના પાલડી વિસ્તરમાં આવેલા પાર્થ હોસ્પિટલ પાસે બે દિવસ અગાઉ અલ્પેશ દેસાઈ નામના યુવક પર ગાડી ચડાવી હત્યા કરવામાં આવી હતી. જે ગુનામાં સંડોવાયેલા મુખ્ય 3 આરોપી વિશાલ દેસાઈ, વિક્રમ ઉર્ફે કાનજી દેસાઈ અને આશિષ દેસાઈની પોલીસે ધરપકડ કરી છે. મહત્વનુ છેકે 12 તારીખે પાલડી ની પાર્થ હોસ્પિટલ પાસે અલ્પેશ દેસાઈ અને વિસાલ દેસાઈ વચ્ચે તકરાર થઈ હતી. જે બાદ વિસાલે પોતાના સાગરીતો સાથે મળી અલ્પેશ પર હુમલો કરી ગાડી ચડાવી હત્યા કરી  હતી. જે ગુનામાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. 


શ્વાસમાં વતનની સુગંધનો દરિયો ભર્યો : પાકિસ્તાનથી છૂટીને ગુજરાત પહોંચ્યા 184 માછીમાર


સાથે જ આ ગુનામાં ફરાર અન્ય 5ની શોધખોળ હાથ ધરી છે.હત્યાના ગુનામાં ઝડપાયેલ મુખ્ય આરોપી વિશાલની પુછપરછ કરતા હકીકત સામે આવી કે અલ્પેશ પોતાના ધંધામાં વિશાલ કરતા વધુ રૂપિયા કમાતો હતો. સાથે જ બન્ને વચ્ચે લાંબા સમયથી મનદુખ ચાલતુ હોવાથી બે દિવસ પહેલા પણ બન્ને વચ્ચે તકરાર થતા મામલો હત્યામાં પરિણમ્યો. બાદમાં હત્યારાઓ દ્વારકા ભાગી ગયા. 


દૂધ જેવી સફેદ વાછરડીના જન્મ પર ખેડૂતે તેની પેંડાથી તુલા કરી, નામ આપ્યું કૃષ્ણ પ્યારી


પોલીસે આરોપીની શોધખોળ કરતા આરોપી દ્વારકા થી પરત આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. મૃતક અલ્પેશ દેસાઈ સાથે આરોપી વિશાલ ને છેલ્લા 3 વર્ષથી ભેદભાવ હતો. જેના ભાગ રૂપે અગાઉ પણ એક બીજા પર હુમલા કરવામાં આવ્યા હતા..કાફેમાં તોડફોડ પર કરવાના કેસમાં પણ પોલીસને જાણ કરવામાં આવી ન હતી. ત્યારે ઝડપાયેલા આરોપીની પુછપરછમાં શુ નવી હકિકત સામે આવે છે. અને હત્યા અંગે શુ નવા ખુલાસા થાય છે. તે જોવુ મહત્વનું છે.


ચોંકાવનારો કિસ્સો : પિતાએ બાળકીને હવામાં ઉછાળીને રમાડી, માથુ પંખામાં અથડાતા થયું મોત