અમિત રાજપૂત/અમદાવાદ :કોરોનાકાળમાં તબીબો જીવનરક્ષક બનીને ઉભર્યાં છે. આવા કપરા સમયે તેઓ ભગવાનના રૂપમાં આવી જાય છે. ત્યારે અમદાવાદમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમા તબીબોને માતાના ગર્ભમાં રહેલા અને વિચિત્ર પ્રકારથી પીડાતા બાળકને બચાવી લીધો છે. આ સાથે જ ચાર વખત કસુવાવડનો ભોગ બનેલી મહિલાને આખરે તબીબોને કારણે માતા બનવાનું સુખ મળ્યુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના તબીબોએ માતાના ગર્ભમાં રહેલા બાળકને નવજીવન આપ્યુ છે. આ બાળક હાઇડોપ ફિટાલીસ રોગથી પીડાતો હતો. લાખો-કરોડો બાળકો પૈકી એક બાળકને આવા જૂજ પ્રકારની બીમારી હોય છે. ડો. કમલ પરીખના નેતૃત્વમાંની ટીમે ગર્ભવતી માતા અને તેના બાળકનો જીવ બચાવ્યો છે. 


આ પણ વાંચો : લેવાના દેવા થઈ જશે, જો કોરોનામાં બિનજરૂરી વાપરશો આ બે દવા 


ડો. અંજના સાવલિયા, ડો. જનક દેસાઈ અને ડો. અમી શાહે પણ ગર્ભમાં રહેલા બાળકને બચાવવા અથાક મહેનત કરી હતી. જેથી બાળકનો જીવ બચી ગયો હતો. અને આમ, ચાર વખત કસુવાવડનો ભોગ બનેલા નયના ગુર્જરને આખરે માતા બનવાનું સુખ મળ્યું છે. 


માતાનું બ્લડ ગ્રુપ બી નેગેટિવ હતું અને ગર્ભમાં રહેલા બાળકનું બી-પોઝિટિવ બ્લડ ગ્રુપ હતું. આ કારણે હાઇડોપ ફિટાલીસ રોગ થયો હતો, રોગના લીધે ગર્ભમાં રહેલા બાળકના શરીરનું રક્ત પાણી બની જતું હતું. આ કારણે આખરે બાળકનું મોત થવાનું હતું. પરંતુ તબીબોએ ગર્ભમાં બાળકનું રક્ત બે વાર બદલ્યુ હતું. 34 અઠવાડિયા બાદ માતાનું સિઝેરિયન સર્જરી કરી બાળકનો જન્મ થયો હતો. 


આ પણ વાંચો : દેશમાં મ્યુકોરમાઈકોસિસના સૌથી વધુ કેસ રાજકોટમાં, કેન્દ્રની ટીમનો જીવ પણ ઉંચો થયો


ડો. કમલ પરીખે જન્મ લીધેલા બાળકનો જન્મના 1 કલાક પછી, 12 કલાક પછી અને 24 કલાક પછી પણ ત્રણ વખત રક્ત બદલ્યું હતું. ઇન્ટેન્સિવ ફોટો થેરાપી અને આઈ.વી. નામના ઈન્જેકશન આપી આખરે બાળકને માતાના ખોળામાં રમતો કરી દીધો છે. બાળક હવે સ્વસ્થ રીતે માતાનું ધાવણ કરે છે અને સંપૂર્ણ રીતે સ્વસ્થ થયું છે. 


માતા બન્યા બાદ નવજાત શિશુની માતા ભાવુક થયા હતા. તેમણે ખરા દિલથી તબીબોની ટીમનો આભાર માન્યો હતો.


આ પણ વાંચો : મુખ્યમંત્રી રૂપાણીની સ્પીચ સાથે ચેડા કરનાર યુવક  પકડાયો, મેકડોનાલ્ડવાળી મજાક કરી હતી