સંદીપ વસાવા/સુરત: અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનમાં દુર્ઘટના સર્જાય હતી. બે કોચ વચ્ચે ફિટ કરવામાં આવેલ લોખંડની કપલીન તૂટી જતા મુખ્ય ટ્રેનથી 7 ડબ્બો છૂટા પડી ગયા હતા. સુરતના ગોથાણ રેલ્વે સ્ટેશન નજીક આ ઘટના બની હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી. રેલ્વેના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. સમારકામની કામગીરીથી લઈ ટ્રેન કાર્યરત કરવા કામગીરી હાથ ધરી. આશરે ત્રણ કલાકની ભારે જહેમત બાદ ડબલ ડેકર ટ્રેનને રવાના કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ambalal Patel: આ ઘાતક આગાહીને કારણે લોકોમાં ફફડાટ!! ગુજરાતમાં શું થશે એ મોટી ચિંતા?


હાલ મળતી માહિતી મુજબ અમદાવાદ થી મુંબઇ તરફ જવા માટે ડબલ ડેકર ટ્રેન ઉપડી હતી. ટ્રેન સુરતથી નજીક ગોથાણ રેલ્વે સ્ટેન્સન પહોંચતા ટ્રેન એકાએક થંભી ગઈ હતી. એકાએક ટ્રેન થંભી જતા એક તબક્કે ટ્રેનમાં ઓપાહો મચી ગયો હતો. મુખ્ય ટ્રેનથી 6થી 7 ટ્રેનના કોચ અલગ થઇ ગયા હતા. બીજી તરફ બનાવની જાણ થતા રેલ્વેના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા છે. આ ઘટનામાં કોઈ જાનહાની કે અકસ્માત થયો નથી. હાલ આગળની ટ્રેનને રેલવે વિભાગ દ્વારા રવાના કરવામાં આવી હતી. જ્યારે ખામી સર્જાયેલ કોચને સ્ટેશજ ખાતે નિરીક્ષણ માટે રખાયા છે. ટ્રેનમાં ક્યા કારણોસર ખામી સર્જાઈ તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


ઘર બનાવવા મુદ્દે થયેલી માથાકૂટમાં આધેડનો ભોગ લેવાયો! રાણીપના ઠાકોર વાસમાં બનેલી ઘટના


ડબલ ડેકકર ટ્રેનમાં સવાર યાત્રીઓએ જણાવ્યું હતું કે સવારે 8.50 મીનિટે અમદાવાદથી મુંબઈ તરફથી ડબલ ડેકર ટ્રેનમાં અચાનક જ કોચ નબર 7 અને 8 એ બંને ચાલુ ગાડીમાં અલગ થઇ ગયા હતા. એક બહેન અહી ઉભા હતા એમને બુમ પાડી હતી. જેથી લોકો અહી ભેગા થયા હતા અને આ બનાવની જાણ થઇ હતી. આ પછી રેલ્વેના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને રેલ્વેના અધિકારીઓએ અહી પહોંચીને તપાસ કરી તો જાણ થઇ કે બે ટ્રેનના ડબ્બા ઓને જોડવામાં આવતી લોખંડની કપલીન (સંયોજક) વચ્ચે તૂટી ગયું છે. જેને લઈને આ બનાવ બન્યો છે. રેલ્વેના અધિકારીઓએ કોચ 7ને કાઢીને 6 અને 8ને મળાવીને ટ્રેનને આગળ મોકલવાની કામગીરી હાથ ધરી હતી. જોકે મુખ્ય અપલાઈન એટલે કે અમદાવાદથી સુરત તરફ જતી ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી. સુરત તરફ જતી ટ્રેનો પોતાના નિયત કરેલા સમય કરતાં મોડી ચાલી હતી.


ગુજરાતની આ શાળાએ કેમ સ્મશાનમાં લહેરાવ્યો તિરંગો? આ વાત સાંભળીને ચોંકી જશો, પણ...


આશરે 3 કલાક ની ભારે જહેમત બાદ ટ્રેનમાં રીપેરીંગ કામગીરી હાથ ધરી. મુખ્ય ટ્રેનથી 7 ડબ્બા અલગ થયો હતા. ટ્રેનને કલાકો બાદ ફરીથી પૂર્વરત કરવામાં આવી હતી. જ્યારે ખામી સર્જાયેલ કપલીન તેમજ કોચને સ્ટેશન ખાતે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા.