Ahmedabad To Mumbai : ગુજરાતથી પસાર થતા નેશનલ હાઇવે પર મુસાફરી મોંઘી બની છે. કરજણ પાસેના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. કરજણ ટોલ પ્લાઝા પર 67 ટકા જેટલો વધારો ઝીંકાયો છે. જેનો બોજો વાહન ચાલકો પર પડશે. રવિવારે મધરાતે 12 વાગ્યાથી આ ભાવ વધારો અમલમાં મૂકાયો છે. જેની અસર અમદાવાદથી મુંબઈ જતા વાહનચાલકોને પડશે. હવે તેમની મુસાફરી મોંઘી બનશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોલદરમાં વધારાના કારણે અમદાવાદથી મુંબઈ જતા વાહનચાલકોએ હવે ભરથાણા ટોલનાકા પર વધુ ટોલ ચૂકવવાનો રહેશે. કારના અગાઉ 105 રૂપિયા વસૂલાતા હતા, હવે ભાવ વધારા સાથે રૂ 155 ની વસુલાત કરવામાં આવશે. ભરથાણા ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના અંતરે રહેતા લોકો માટે પાસની વ્યવસ્થા કરાઈ છે. મહિને 340 રૂપિયા ચૂકવી પાસ કઢાવવાનો રહેશે. 


વાવાઝોડું કેટલે પહોંચ્યું, એકસાથે આવી રહેલા બે વાવાઝોડા અંગે મોટી ખબર


હવેથી આટલા રૂપિયા વધારાના ચૂકવવા પડશે 
ભરથાણા ટોલનાકા પર પહેલા કાર, જીપ અને વાનના 105 રૂપિયા લેવામાં આવતા. તેની જગ્યાએ હવે આ વાહનના ચાલકોએ 155 ચૂકવવા પડશે. રિટર્ન ટોલ 230 રૂપિયા થશે 
 LCV વાહનના ચાલકો પાસેથી અત્યાર સુધી 180 રૂપિયા વસૂલાતા હતા. તેની જગ્યાએ હવે 245 ચૂકવવાના રહેશે.
માસિક પાસના 5085 ચૂકવવાના રહેશે. રિટર્ન ટોલ 370 થશે અને માસિક પાસના 8215 રૂપિયા થશે. 
બસ અને ટ્રકના ચાલકો પાસેથી અત્યાર સુધી સિંગલ સાઈડના 360 રૂપિયા વસૂલાતા, તેની જગ્યાએ હવે વધીને 515 ચૂકવવા પડશે. 
રિટર્ન લેવામાં આવે તો 775 ચૂકવવાના રહેશે. જ્યારે માસિક પાસના 17,210 ચૂકવવાના રહેશે.


આમ, જો તમે અમદાવાદથી મુંબઈ જવા નીકળો છો, તો તમને હવે વધારે રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી પડશે. ગુજરાતમાં અનેક રસ્તાઓને પહોળા કરવાની તથા, સિક્સ લેન બનાવવાની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. જેથી વધારે રૂપિયા ચૂકવવાની તૈયારી રાખવી પડશે. 


જુનિયર ક્લાર્કની પરીક્ષામાં કેમ આટલો હોબાળો થયો, આવી ગયા સરકારી પરીક્ષાના લેટેસ્ટ અપ