Ahmedabad News : અમદાવાદ સતત હરણફાળ વિકાસ કરી રહ્યું છે. અહી નવા નવા પ્રોજેક્ટ આવી રહ્યાં છે. ઓલિમ્પિક માટે તૈયારી કરી રહેલા અમદાવાદના કાયાપલટ થવા જઈ રહી છે. આવામાં અમદાવાદમાં એક મહત્વના પ્રોજેક્ટના ડેવલપેન્ટની જાહેરાત કરાઈ છે. જોકે, આ પ્રોજેક્ટ માટે અમદાવાદનો એક મહત્વનો રસ્તો આજથી કાયમ માટે બંધ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત મહત્વની જાહેરાત કરાઈ છે. ટ્રાફિક પોલીસ અને ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ દ્વારા સંયુક્ત જાહેરાત કરાઈ કે, rto કચેરીથી ચંદ્રભાગા બ્રિજ સુધીનો આશ્રમ રોડ હવે આજથી કાયમ માટે બંધ થયો છે. હોટલ આશ્રયથી કાર્ગો મોટર સુધીનો માર્ગ કાયમ માટે બંધ રહેશે. તમામ પ્રકારના વાહનવ્યવ્હાર માટે માર્ગ કાયમ માટે બંધ કરાયો છે. 


શુક્રવારે મધરાત 12 વાગ્યાથી તેનો અમલ શરૂ થયો. અગાઉ હંગામી ધોરણે તેનો અમલ કરાયો હતો. જોકે, હવે તેને સદંતર બંધ કરાયો છે. અમદાવાદના વાહનચાલકો માટે વિવિધ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિશે માહિતી આપતા પશ્ચિમ ટ્રાફિક વિભાગના ડીએસપી નીતા દેસાઈએ જણાવ્યું કે, વાહનચાલકોને લઘુત્તમ મુશ્કેલી પડે એવી વ્યવસ્થા કરાઈ છે. તમામ જરૂરી દિશા નિર્દેશ માટે સાઈનેજીસ લગાવવામાં આવ્યા છે. આશ્રમ મુલાકાત માટે આવતા પ્રવાસીઓ માટે પણ બંને તરફ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રોજેક્ટ કામગીરી અને આશ્રમ મુલાકાતીઓને કોઈ વિક્ષેપ ન પડે એ માટે વ્યવસ્થા કરાઈ છે. ફ્રી લેફ્ટ ટર્ન અને પીક આવર માટે ટ્રાફિક પોલીસનું વિશેષ આયોજન કરાયું છે. D માર્ટ તરફ અને કાર્ગો મોટર તરફ પણ વધુ પોલીસ જવાનો મુકવામાં આવશે. 


હે ભગવાન! ચાલુ મેચમાં પટની સમાજના અગ્રણીને આવ્યો હાર્ટ એટેક, ઢળી પડતા જ આવ્યું મોત


તો બીજી તરફ, Amc દ્વારા નિર્મિત આઇકોનિક રોડ હજી પણ વિવાદમાં છે. એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના રોડ પર હજી પણ ફૂટ ઓવરબ્રિજ નથી બન્યો. જાન્યુઆરી 2024 માં લોકાર્પણ બાદથી આજ દિન સુધી રાહદારીઓ માટે ફૂટ ઓવરબ્રિજ નથી. 1.7 km ના રોડ પર રાહદારીઓ માટે એકપણ ફૂટ ઓવરબ્રિજ મૂકાયો નથી. લોકાર્પણ સમયે તો ડિવાઈડર વચ્ચે પણ જગ્યા નહોતી રખાઈ. ત્યારે ઝી 24 કલાકના અહેવાલ બાદ જગ્યા કરવાની અપાઈ હતી ખાતરી, જે હાલ પૂર્ણ કરાઈ છે. હાલ અમુક મીટરના અંતરે રાહદારીઓ માટે ડિવાઈડર તોડી જગ્યા બનાવવામાં આવી છે. હાલ ડિવાઈડર વચ્ચે અમુક સ્થળે જગ્યા રખાતા લોકો રોડ ઓળંગી શકે છે. પણ આ વ્યવસ્થાથી લોકો જીવના જોખમે રસ્તો ઓળંગી રહ્યા છે. અત્યંત પુરઝડપે બંને તરફથી આવતા વાહનો વચ્ચેથી સ્થાનિકો રોડ ક્રોસ કરવા મજબૂર બન્યા છે. જીવન જોખમે રોડ ક્રોસ કરતા સ્થાનિકોના આ દ્રશ્યો ભયાવહ છે. કારણ કે, રોડની એક તરફ રહેણાંક વસ્તી તો બીજી તરફ માર્કેટ છે. રોજિંદી ખરીદી કરવા દિવસમા સેંકડો વાર જીવન જોખમે રોડ ક્રોસ કરવો પડતો હોવાની સ્થાનિકોની રજુઆત કરાઈ છે. 


નોંધનીય છે કે જાન્યુઆરી 2024 માં વાઇબ્રન્ટ સમિટ પહેલા કરાયેલા લોકાર્પણ સમયે જ ઝી 24 કલાકે ફૂટ ઓવરબ્રિજ ન હોવાની આ ગંભીર બેદરકારીનો અહેવાલ દર્શાવતા સાશકોએ આ મામલે નિર્ણય લેવાની વાત કરી હતી. જે અંગે હજીપણ તેઓ શાહીબાગ અને ડફનાળા જેમ ફૂટ ઓવરબ્રિજનું આયોજન કરાશેની પીપુડી વગાડી રહ્યા છે. પણ એમની પાસે એનો જવાબ નથી કે આઇકોનિક રોડની ડિઝાઇનમાં કેમ આટલી સામાન્ય બાબતનું ધ્યાન નહતું રખાયું.


બંગાળની ખાડીમાંથી ફરી મોટું તોફાન આવી રહ્યું છે, આવી ગયા હવામાનના લેટેસ્ટ અપડેટ