મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદની 12 શાળાઓમાં RTO દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.  જેમાં સ્કૂલ વાનના ફિટનેસ સર્ટિફિકેટ અને ગેસકીટ તપાસવામાં આવ્યા હતા. કેપિસિટી કરતા વધારે બાળકો બેસાડતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સી એન વિદ્યાલય, માઉન્ટ કાર્મેલ સહિત 12 સ્કૂલમાં RTO દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. RTOની અલગ અલગ 12 ટીમો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે અમદાવાદમાં શહેર પોલીસ દ્વારા ટ્રાફિકની મેગા ડ્રાઇવનું શુક્રવારે પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદની ઝોન 6 પોલીસની આ મેગા ડ્રાઇવમાં મણીનગર, ઇસનપુર, વટવા, નારોલ વિસ્તારમાં પોલીસ બેડાના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ. 



આ દરમ્યાન પોલીસે 53 લોકોને નોટિસ પાઠવી, સ્થળ પર જ 50 મેમો આપી સાડા છ હજાર દંડ વસુલ્યો તેમજ અકે વાહનો ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસની મેગા ડ્રાઇવથી લોકોમાં પણ કૂતૂહુલ સર્જાયું હતું અને લોકોએ પણ તેમના કાર્યની સરાહના કરી.