Ahmedabad Traffic : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે અમદાવાદીઓને મોટી ભેટ આપી છે. અમિત શાહના હસ્તે અમદાવાદના રિંગ રોડ પર બનાવાયેલ સનાથલ બ્રિજનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું છે. અમદાવાદના સનાથલ એસપી રિંગ રોડ પર બનેલા આ બ્રિજને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. શહેરના લોકો માટે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવતા હવે અમદાવાદના વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી છૂટકારો મળશે. 97 કરોડ રૂપિયાના ખર્ચે સનાથલ-SP રિંગ રોડ પરનો બ્રિજ તૈયાર કરાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ અમદાવાદમાં 154 કરોડના ખર્ચે અનેક વિકાસના કામોનું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તમામ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું છે. જેમાં 97 કરોડ ખર્ચે સનાથલ એસપી રિંગ રોડ પરનો બ્રિજ તૈયાર કરવામાં આવેલો બ્રિજ પણ સામેલ છે. આ બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકાતા વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.


લોકાર્પણ પ્રસંગે અમિત શાહે શું કહ્યું...
વિવિધ કાર્યોનું લોકાર્પણ કરતા અમિત શાહે જણાવ્યું કે, હું amc , ઔડા અને રાજ્ય સરકારને મારા મત વિસ્તારમાં વિકાસ કામો ભેટ આપવા બદલ અભિનંદન આપું છું. 154 કરોડના ખર્ચે વિકાસ કાર્યોનું લોકાપર્ણ થઇ રહ્યું છે. સૌથી મહત્વનો એવો સનાથલ ફ્લાયઓવર છે. હું ધારાસભ્ય હતો ત્યારથી તેની માંગણી થતી હતી, આજે સાંસદ તરીકે તેની શરૂઆત કરતા આનંદ થઇ રહ્યો છે. આ કામ માટે સાણંદના ધારાસભ્ય મારી પાછળ પડી ગયા હતા. શેલા વિસ્તારમાં થઇ રહેલા રહેણાંક બાંધકામને જોતા ત્યાં ડ્રેનેજ લાઈનનું મહત્વનું કામ કરાયું છે. આવાસો મેળવનાર સૌને હું અભિનંદન આપું છું. સ્માર્ટ સ્કૂલ થકી બાળકો દરેક બાબતમાં આગળ વધી શકશે. સ્માર્ટ સ્કૂલ એ ફક્ત કન્સેપ્ટ નથી, પણ બાળકના જીવનમાં પરિવર્તન લાવનાર માધ્યમ છે. આ શાળાઓમાં ભણનાર તમામ બાળકોના માતાપિતાને અભિનંદન આપું છું.