અમદાવાદઃ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઈને હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ત્યારે આજે ફરીવાર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે કોર્ટે છેલ્લા ચાર-પાંચ દિવસથી પોલીસે ટ્રાફિકને લઈને હાથ ધરેલા કામની પોલીસે પ્રશંકા કરી હતી અને આ સાથે કહ્યું કે, આ કામ યથાવત્ રહે તે જરૂરી છે. કોર્ટે કહ્યું કે, સ્માર્ટસિટી બનાવવા માટે આ કામગીરી કરવી પડશે. પરંતુ કોર્ટે ટકોર કરતા કહ્યું કે, રસ્તા પર પડતા ભૂવાઓ નાગરિકો માટે જોખમી છે. આ રોડ પર ભૂવા પડતા અટકાવવા જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઇકોર્ટે ભૂવા અંગે કોર્પોરેશનને ઝાટકણી કાઢી
અમદાવાદમાં વરસાદને કારણે અનેક રસ્તાઓ પર ભૂવાઓ પડી ગયા છે. ત્યારે હાઇકોર્ટે ભૂવાઓને લઈને કોર્પોરેશનને ટકોર કરી હતી. આ અંગે કોર્ટે સવાલો કર્યા હતા. દર વર્ષે ભૂવાઓ પડતા અટકાવવા માટે શું કરવું જોઈએ? આ ભૂવાઓ કેમ પડે છે? આ પ્રકારના ભૂવાઓ કેમ પડે છે. જે પ્રજાજનો માટે જોખમી છે. ત્યારે એએમસીએ પોતાનો બચાવ કરતા કહ્યું કે, જૂની પાઇપલાઇનને કારણે ભૂવાઓ પડે છે. 



હાઇકોર્ટે આશરે સાત દિવસ બાદ શહેરમાં રસ્તા, પાર્કિંગ જેવા મુદ્દા પર પરી સુનાવણી હાથ ધરી હતી. કોર્ટમાં અમદાવાદ શહેરના નવા મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યાં હતા. કોર્ટે પોલીસે પાર્કિંગ અને ટ્રાફિકના મુદ્દે કરેલી કામગીરીને બિરદાવી હતી. આ પ્રકારની કામગીરી જાળવી રાખો તે જરૂરી છે. આ સાથે નાગરિકો પણ શિસ્ત જાળવે તેમ કોર્ટે કહ્યું હતું. ત્યારે જ અમદાવાદ ખરા અર્થમાં સ્માર્ટ સિટી બનશે. 


15 જુલાઈએ આપ્યો હતો 7 દિવસનો સમય
આ પહેલા 15 જુલાઈએ હાઈકોર્ટે ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસ કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કરતા ફટકાર લગાવી હતી. ખુદ પોલીસ કમિશનર પણ હાઈકોર્ટ પહોંચ્યા હતા. ત્યારે કોર્ટે આ અંગે કડકમાં કડક પગલા ભરવા માટે સૂચના આપી હતી. 



કોર્ટના આદેશ બાદ પોલીસે 6 દિવસમાં નો પાર્કિંગના 12,247 કેસ કર્યા અને રૂ. 12,24,700 દંડ વસૂલ્યો હતો. જ્યારે 6 મહિનામાં જાન્યુઆરીથી જૂન સુધીમાં નો પાર્કિંગના 1,02,281 કેસ અને રૂ. 1.03 કરોડ દંડની વસૂલાત કરી હતી. આ ઉપરાંત ટ્રાફિક પોલીસે વાહનો ટો કરી 9.36 લાખનો દંડ વસૂલ કર્યો છે. તેમજ મોટર વ્હીકલ એક્ટ હેઠળ 627 કેસ કરવામાં આવ્યા છે અને આઈપીસીની કલમ 283 (ભયજનક પાર્કિંગ કરવું) હેઠળ 916 એફઆઈઆર નોંધવામાં આવી છે. 6 દિવસમાં ચાર રસ્તાથી 50 મીટરમાં નો પાર્કિંગના પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ.