ઝી બ્યુરો/અમદાવાદ: ટ્રાફિક નિયમને લઇ અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી ગઈ છે. શહેરમાં પહેલા માત્ર ટ્રાફિકના 3 નિયમો તોડનારાને ઈ-મેમો આવતા હતા. પરંતુ હવે અમદાવાદ શહેરમાં વાહન ચાલકોને ટ્રાફિકના 16 જેટલા નિયમોનો ભંગ કરવા બદલ ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે. આ માટે શહેરમાં 130 ટ્રાફિક સિગ્નલો પર 6500 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે પહેલા માત્ર ટ્રાફિકના 3 નિયમો તોડનારાને ઈ-મેમો આવતા હતા.


  • અમદાવાદ શહેરમાં રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેંજર હશે

  • રિક્ષામાં ડ્રાઈવર સીટ પર પેસેન્જર બેઠા હશે,

  • BRTS કોરિડોરમાં વાહન ચલાવશો,

  • ફોર વ્હિલરમાં કાળા કાચ અથવા તો ડાર્ક ફિલ્મ લગાવેલી હશે,

  • ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરતા હશો તો ઈ-મેમો તમારા ઘરે આવશે

  • આ ઉપરાંત જો વાહનોમાં HSRP સિવાયની નંબર પ્લેટ લગાવી હશે તો પણ ઈ-મેમો આવશે

  • શહેરમાં 2 કરતા વધારે લોકો ટુ વ્હિલર પર સવાર હશે,

  • ગતિ મર્યાદા નહીં હોય તો ઈ મેમો આવશે

  • રોડ પર આડેધડ પાર્કિંગ અને નો-પાર્કિંગ ઝોનમાં કરનારા વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવશે

  • ચાલકે ફોર વ્હિલરમાં સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય અને બાઈક ચાલકોએ હેલમેટ નહીં પહેર્યું હોય તો ઈ-મેમો આવશે

  • શહેરમાં નિયમ કરતા વધારે વાહનોની સ્પીડ હશે, રોંગ સાઈડમાં વાહન ચલાવતા પકડાશો તો ઈ-મેમો આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનો અમલ કરે એ માટે કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરમાં 130 ટ્રાફિક સિગ્નલો પર 6500 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. 


અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે તો બીજી તરફ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવેથી ટ્રાફિકના 16 જેટલા નિયમોનો ભંગ કરવા બદલ વાહનચાલકોને ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે.