વૈષ્ણોદેવી ત્રાગડ બ્રિજને લઈ અમદાવાદ ટ્રાફિક પોલીસની સૂચના! જાણી લેજો નહીં તો...
આજે રાજ્યમાં 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. વરસાદી પાણી ભરાય જવાના કારણે અનેક વિસ્તારોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાય ગયા હોવાના કારણે રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે.
Gujarat Heavy Rains: ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. અમુક જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ રેડ એલર્ટમાં ફેરવાયું છે. ત્યારે અમદાવાદમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ આજે રાજ્યમાં 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. વરસાદી પાણી ભરાય જવાના કારણે અનેક વિસ્તારોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાય ગયા હોવાના કારણે રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે.
ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વપૂર્ણ સૂચના
અમદાવાદમાં ત્રાગડ બ્રિજમાં પાણી ભરાઈ જવાના કારણે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વની સૂચના આપવામાં આવી છે. ત્રાગડ બ્રિજમાં પાણી ભરાય ગયા હોવાના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંડાલ ઓવર બ્રિજ ન ચડતા સર્વિસ રોડનો ઉપયોગ કરવાનું જણાવ્યું હતું. ટ્રાફિક પોલીસના ઇન્સ્ટાગ્રામ પર સૂચના આપવામાં આવી છે.
તપોવન સર્કલથી આવતા વાહનોએ ટોલટેક્સ ક્રોસ કર્યા પછી ડાબી બાજુથી ઝુંડાલ ઓર્ડર બ્રિજ ન ચડતા સર્વિસ રોડનો ઉપયોગ કરી ઝુંડલ ઓવરબ્રિજ નીચેથી જમણી બાજુ વળી અડાલજ થી વૈષ્ણોદેવી સર્કલ સુધી જઈ શકાશે. ટ્રાફિક પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોકો પરત પણ આજ રીતે આવી શકાશે તે પ્રકારનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.