ભ્રષ્ટાચાર- ગેરવર્તણૂકની ફરિયાદો બાદ એક ઝાટકે 700 TRB જવાનોને છુટ્ટા કર્યા, હવે TRBની ભરતી આવશે
અમદાવાદ ટ્રાફિક પોલીસે 700 જેટલા TRB જવાનોને તેમની ગેરવર્તંણૂક અને ગેરરીતિના કારણે છૂટા કરતા હવે ટૂંક સમયમાં નવા 700 જેટલી TRBની ભરતી કરાશે.
ઉદય રંજન/અમદાવાદ: ટ્રાફિક પોલીસમાં ભ્રષ્ટચાર તેમ જ ગેરવર્તંણૂક રોકવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગેરવર્તણૂક કે ભ્રષ્ટાચારમા સંકળાયેલ 700 TRB જવાનોનો સફાયો કરી નાંખવામાં આવ્યો છે. એટલે કે 700 જેટલા TRB જવાનો કે જેમની સામે ગેરવર્તણૂક, ગેરરીતિની ફરિયાદ હતી. જેના કારણે તેમને તાત્કાલિક ધોરણે છુટા કરાયા છે. જેના કારણે આગામી સમયમાં 3 વર્ષના કોન્ટ્રાક્ટના આધારે 700 TRB જવાનની ભરતી કરાશે.
બીજી તરફ, અમદાવાદ ટ્રાફિક પોલીસે 700 જેટલા TRB જવાનોને તેમની ગેરવર્તંણૂક અને ગેરરીતિના કારણે છૂટા કરતા હવે ટૂંક સમયમાં નવા 700 જેટલી TRBની ભરતી કરાશે. તમને જણાવી દઈએ કે TRB જવાનોની 3 વર્ષ માટે કોન્ટ્રાકટ ભરતી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવા ભરતી થનાર TRB જવાનો લોકો સાથે શાંતિપૂર્ણ વ્યવહાર, સોફ્ટ સ્કિલ, સિગ્નલ સહિતની માહિતી માટે ટ્રેનિંગ આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube