જાવેદ સૈયદ/અમદાવાદ: શહેરના સાબરમતી વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાની ગાડી નીચે કચડાતા માસૂમ બાળકીનું મોત થતા પરિવાર જનો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સાબરમતી વિસ્તારના જવાહર ચોક પાસે આવેલ ભવ્યસાગર સોસાયટીમાં સવારે એએમસીની ડોર ટૂ ડોર કચરો લેતી ગાડી આવી હતી. અને એક માસૂમ બાળકીને કચડી નાખતા તેનુ મોત થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના દાદી સાથે અઢી વર્ષની બાળકી કચરો નાખવા આવી હતી. ત્યાં જિયા મોઢેરા નામની બાળકી ગાડીના ટાયર નીચર આવી ગઇ હતી. તેમ છતાં ગાડીના ડ્રાઇવરએ રિવર્ષ લેતા બાળકી કચડાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સ્થાનિકો બાળકીને બહાર કાઢે તે પેહલા જ ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો.


કમોસમી વરસાદ: કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી માવઠું, ખેડૂતોને મોટુ નુકશાન


બાળકીનું મોત થતા પરિવારજનો અને સ્થાનિકોમાં એએમસી સામે રોષ જોવા મળ્યો હતો. આ ગાડી ચલાવતો ડ્રાયવર અકસ્માત બાદ હોબાળો થતા ત્યાંથી ફરાર થઇ ગયો હતો. હાલતો સમગ્ર મામલે સાબરમતી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.