જાવેદ સૈયદ/અમદાવાદ: યુવા ધનને બરબાદ કરવા માટે ગાંજા માફિયાઓ શહેરમાં ગાંજો પહોચાડવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે. ત્યારે વટવા GIDC પોલીસે બે શખ્શની 10 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યા છે. અને બંને આરોપીઓની અને ગાંજા માફિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વટવા GIDC પોલીસ ગઈકાલે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરી રહી હતી. ત્યારે સુરતની બસમાંથી ઓટો રીક્ષા ભાડે કરીને આવી રહેલા બે લોકેને રોકી તેમની ચેકિંગ કરતા બંને પાસેથી એક કોલેજ બેગ મળી આવ્યું હતું. આ બેગમાં 10 કિલો ગાંજો હતો. જે ગાંજો આ લોકો અમદવાદમાં સપ્લાય કરવા આવ્યા હતા.


પક્ષ નહિ, પણ પીડિત પતિઓને ન્યાય અપાવવાના વાયદા સાથે ચૂંટણી લડશે આ શખ્સ



પોલીસ પકડમાં રહેલા આ બને સખ્સો પૈકી મોહમદ તાહિર સિપાહી અને સમીર હુસેન બંનેની વય માત્ર ૧૯ અને 20 વર્ષની છે. આ બંને આરોપીઓ સુરતથી ગાંજો લઈને અમદવાદ આવતા હતા. અને પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. મહત્વનું છે, કે ગાંજા જેવી નશીલા પદાર્થથી શહેરનું યુવા ધન નશાના રવાડે ચડી રહ્યું છે.