અમદાવાદ: બે પોલીસ પરિવાર વચ્ચે થઇ મારામારી, વીડિયો વાયરલ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં બે પોલીસ પરિવાર વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો હતો. ચાંદખેડામાં આવેલી મનમંદિર બંગ્લોઝમાં રહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહીતને માથાના માંગે ગંભીર ઈજાઓ થઇ હતી.
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં બે પોલીસ પરિવાર વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો હતો. ચાંદખેડામાં આવેલી મનમંદિર બંગ્લોઝમાં રહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહીતને માથાના માંગે ગંભીર ઈજાઓ થઇ હતી.
ચાંદખેડામાં આવેલી મનમંદિર બંગ્લોઝના જ્યાં બે પોલીસ પરિવાર વચ્ચે વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે ઝગડો થયો અને થયા લોહીલુહાણ થયા હતા. મહિલા પોલીસ કોન્સ્ટેબલ સંગીતા પરમાર અને તેમના બહેન ગાયત્રી પરમારને માણસાના હેડકોન્સ્ટેબલ દશરથ નાણાવટી અને તેમના પરિવારે લાકડીથી માર મારતા માથાના ભાગે ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
અમદાવાદ: BRTS બસે એક્ટિવા ચાલકને ફંગોળતા થયુ મોત, ડ્રાયવરની ધરપકડ
વીડિયોમાં તમે જોઈ શકો છે કે, પહેલા મહિલાઓ મહિલાઓ શાબ્દિક ઝગડો કરી રહી છે અને થોડા જ સમયમાં હેડકોન્સ્ટેબલ દશરથ નાણાવટીની પત્ની ઘર માંથી એક લાકડી લઇને આવે છે. અને મહિલા કોન્સ્ટેબલ સંગીતા પરમાર પર લાકડીથી હુમલો કરતા નજરે પડી રહી છે. ત્યાર બાદ હેડકોન્સ્ટેબલ દશરથ નાણાવટી આવે અને એપણ પોલીસ ડ્રેસમાં અને એ પણ મહિલાઓ સાથે ઝપાઝપી અને માર મારવા લાગે છે. ત્યારે થોડા જ સમયમાં દશરથ નાણાવટીનો પુત્ર આવે છે. તે પણ લાકડી લઇને અને આડેધડ મહિલાઓ પર ઘા કરવા લાગે છે. ત્યારે મહિલા કોન્સ્ટેબલ અને તેમના બહેનને લાકડી વાગી જાય છે.
ગુજરાતના આ ચાર મહારથીને મળી લોકસભા ચૂંટણી માટે મહત્વની જવાબદારી
આ મોબાઈલ વિડીયો જ આખી કહાની દર્શાવી રહયા છે. ત્યારે હેડ કોન્સ્ટેબલ કે, આ કેટલું યોગ્ય લાગે છે કે, પોલીસ ડ્રેસમાં મહિલાઓને માર મારી રહયા છે. ત્યારે પરિવારનો આક્ષેપ છે કે, ચાંદખેડા પોલીસ હજુ યોગ્ય કાર્યવાહી નથી કરી રહી.