Ahmedabad: બેરોજગાર બનેલા યુવાને 29 એક્ટિવાની ચોરી કરીને મોજશોખ પુરા કર્યા
શહેરમાં છેલ્લા ધણા સમયથી વાહન ચોરીની ધટનાઓમાં ખુબ જ વધી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. ત્યારે વાસણા પોલીસે એક્ટીવા ચોરી કરનાર આરોપીની વાસણા વિસ્તારમાંથી ધરપકડ કરી 29 ગુનોઓનો ભેદ ઉકેલ્યો છે. આરોપીનુ નામ છે દોલતસિંહ ઉર્ફે અજીતસિંહ સોલંકી છે. આરોપી સાબરમતી વિસ્તારમાં આવેલ જે.પી.ની ચાલીમાં રહે છે.
મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરમાં છેલ્લા ધણા સમયથી વાહન ચોરીની ધટનાઓમાં ખુબ જ વધી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. ત્યારે વાસણા પોલીસે એક્ટીવા ચોરી કરનાર આરોપીની વાસણા વિસ્તારમાંથી ધરપકડ કરી 29 ગુનોઓનો ભેદ ઉકેલ્યો છે. આરોપીનુ નામ છે દોલતસિંહ ઉર્ફે અજીતસિંહ સોલંકી છે. આરોપી સાબરમતી વિસ્તારમાં આવેલ જે.પી.ની ચાલીમાં રહે છે.
AHMEDABAD માં 17 ઓગસ્ટથી ચાલુ થશે ફિઝિકલ હિયરિંગ, વકીલોમાં ખુશીનો માહોલ
આરોપી લોકડાઉન પહેલો છુટક મજુરીનુ કામ કરતો હતો. પરંતુ લોકડાઉનમાં રોજગારી ઠર થઈ જતા અને પોતાના મોજસોખ પુરા ના થતા છેલ્લા છ મહીનાથી વાહન ચોરી કરવા લાગ્યો હતો. આરોપીએ છેલ્લા છ મહીનામાં અમદાવાદ પુ્ર્વ અને પશ્ચીમના મોટો ભાગના તમામ વિસ્તારમાંથી 29 એક્ટીવા ચોરી ને અંજામ આપી ચુક્યો છે.વાસણા પોલીસને ચોક્ક્સ બાતમી મળતા વાસણા વિસ્તારમાંથી આરોપીને દબોચી લેવાયો.
રાજકોટમાં પુરપાટ ઝડપે આવેલી નંબર વગરની ગાડીએ યુવાનને ઉડાવ્યો, ગરીબ પરિવાર પર આભ ફાટી પડ્યું
જોકે આરોપીની ધરપકડ બાદ પુછપરછ કરતા આરોપીએ 29 એક્ટીવા ચોરીની કબુલાત પોલીસ સમક્ષ કરી. જેમાંથી 16 જેટલા વાહનો રીકવર પણ કરવામાં આવ્યા છે. આરોપી દોલસિંહ સોલંકી ચોરી કરવા માટે પહેલા પબ્લીકની અવર જવર વિસ્તાર પંસદ કરી ડુપ્લીકેટ ચાવી બનાવી તથા એક્ટીવાનુ લોક તોડી એક્ટીવા લઈ ફરાર થઈ જવાની મોડેશ ઓપરેન્ડી થી ગુનાઓને અંજામ આપતો. ત્યારે હાલ તો પોલીસે આરોપીની પુછપરછ કરતા વાહન ચોરી કરવા માટે તેનો એક સાગરીત પણ સાથે રાખતો હોવાનું કબુલ્યું છે. પરંતુ આ સાગરિત કોણ છે અને તેનો શું રોલ વાહનચોરી માં રહેતો તે અંગે પુછપરછ શરુ કરી ગુનામા સંડોવાયેલા અન્ય આરોપીને ઝડપવા ચક્રો ગતીમાન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube