ઝી બ્યુરો/અમદાવાદ: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુત્વ વિરુદ્ધ આપેલા નિવેદન પછી દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાજપે આ નિવેદનને હિન્દુત્વ સાથે જોડી દેશભરમાં પ્રદર્શન શરૂ કર્યા છે. દેશભરના કોંગ્રેસ કાર્યાલયની સામે ભાજપના કાર્યકરોએ વિરોધ શરૂ કર્યો છે. ગુજરાતમાં પણ તમામ શહેરોમાં વિરોધ કરાયો. પરંતુ અમદાવાદમાં જે વિરોધ થયો તેને આખા ગુજરાત અને દેશનું ધ્યાન ખેંચ્યું. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ સામ સામે પથ્થરો ચલાવ્યા. જુઓ અમદાવાદમાં થયેલા પથ્થરમારોનો આ અહેવાલ.


  • ભાજપ-કોંગ્રેસે રોડ પર મચાવ્યું તાંડવ!

  • આ કશ્મીર નહીં ગુજરાતના દ્રશ્યો છે

  • આ ભટકેલા યુવાનો નહીં ગુજરાતના કાર્યકરો છે

  • બન્ને પાર્ટીના કાર્યકરો આવી ગયા સામ સામે

  • પોલીસ જોતી રહી અને પથ્થરો ચાલતા રહ્યા 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે કશ્મીર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. એકબીજા પર પથ્થરોના ઘા કરાઈ રહ્યા છે. ખુલમ-ખુલ્લી ગાળો એકબીજાને બોલી છુટ્ટા પથ્થરો મરાઈ રહ્યા છે. ભાગમ ભાગ અને દોડાદોડી કરી એકબીજાને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એકબીજા સામે પથ્થરો ચલાવતા ભાજપ અને કોંગ્રેસના આ કાર્યકર્તાઓ જોઈ એવું લાગે કે તેમણે કશ્મીરમાં થતી પથ્થરબાજીની યાદો તાજી કરાવી દીધી. 


કલમ 370 પછી કશ્મીરમાંથી પથ્થરબાજી બંધ થઈ ગઈ છે. પરંતુ અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ તેને તાજી કરી દીધી. સૌથી મોટી વાત એ રહી કે જ્યારે આ તાંડવ ચાલી રહી રહ્યો હતો ત્યારે પોલીસ જાણે બચાવની મુદ્રામાં જોવા મળી. પોલીસે પહેલા તો કોઈને પણ રોકવાનો પ્રયાસ ન કર્યો. બધુ થવા દીધું. પરંતુ ત્યારપછી અટકાયતો શરૂ કરી હતી.


  • ભાજપ-કોંગ્રેસના કાર્યકરોનો સામ સામે પથ્થરબાજી

  • આ કશ્મીર નહીં ગુજરાતનો પથ્થમારો છે

  • આ ભટકેલા યુવાનો નહીં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો છે

  • સંસદમાં રાહુલના નિવેદન બાદ રોડ પર હોબાળો

  • અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર હંગામો

  • ભાજપ-કોંગ્રેસે કર્યા એકબીજા પર વાર-પલટવાર 


રાહુલ ગાંધીએ લોકસભામાં આપેલા નિવેદન પછી થયેલા આ હોબાળો ન માત્ર ગુજરાત સમગ્ર દેશમાં થયો છે. અમદાવાદમાં થયેલા આ તાંડવ પર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહી રહ્યા છે. આ આખી ઘટનામાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલે ભાજપને વિરોધ કરવા માટે ચેલેન્જ આપી હતી. સામે છાતીએ વિરોધ કરવા માટે આવવા માટે કહ્યું હતું. આ ચેલેન્જને સ્વીકારી ભાજપના કાર્યકરો કોંગ્રેસના કાર્યાલય પર પહોંચ્યા હતા. પરંતુ ત્યારપછી મામલો વધારે બિચકાયો હતો અને એકબીજા પર પથ્થરોના ઘા મારાયા હતા.


રાહુલ ગાંધીએ લોકસભામાં હિન્દુઓને લઈ એક વિવાદીત નિવેદન આપ્યું હતું. જેને ભાજપે હિન્દુઓના અપમાન સાથે જોડી સમગ્ર દેશમાં વિરોધ શરૂ કર્યો છે. ગુજરાતમાં અમદાવાદની સાથે તમામ મહાનગરોમાં વિરોધ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં પથ્થરમારાની આ ઘટનામાં સામ સામે ફરિયાદો પણ થઈ છે. ત્યારે જોવું રહ્યું કે આગળ શું થાય છે.