ગુજરાતમાં હવે શુ થવા બેઠું છે? સગીરાઓ પણ સલામત નથી, બે યુવકોએ કર્યો મોટો `કાંડ`
બન્ને યુવકો સગીરાને અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા. જ્યા આરોપી અશોકે સગીરાનાં મો પર ચુંબન કરવાનું શરૂ કર્યું હતું, જોકે સગીરાએ ઘરે જવુ છે કહીને રડવાનું શરૂ કરતા આરોપી અશોકે તેને રિક્ષામાં બેસાડી રિક્ષાચાલકને સગીરાને પલક ત્રણ રસ્તા પાસે ઉતારી દેવાનું જણાવ્યું હતું.
મૌલિક ધામેચા /અમદાવાદ: વાડજમાં સગીરાનું અપહરણ કરીને 2 યુવકોએ ન કરવાનું કામ કરતા ફરિયાદ નોંધાઈ છે. શાળાએથી પરત ફરતી વખતે સગીરાને રસ્તામાંથી જબરદસ્તી બાઈક પર બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ જઈ છેડતી કરતા પોલીસે 2 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, પોલીસે ધરપકડ કરેલ બન્ને આરોપીઓના નામ અશોક ડાભાણી અને અમિત પરમાર છે. આ બંને આરોપીઓની વાડજ પોલીસે સગીરાના અપહરણ અને પોક્સોના ગુનામાં ધરપકડ કરી છે. આરોપીઓ પર આરોપ છે કે સગીરાનું અપહરણ કરીને અજાણી જગ્યા પર લઈ જઈ મોઢા પર ચુંબન કરીને રિક્ષામાં બેસાડી દીધી હતી. જો કે સગીરાએ તેના માતા પિતાને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
મળતી માહિતી અનુસાર સગીરા સાંજનાં સમયે સ્કૂલમાં કબડ્ડીની સ્પર્ધા હોવાથી અને જેમાં તેણે ભાગ લીધો હોવાનું જણાવી શાળાએ જવાનું કહ્યું હતું. જેથી સગીરાનાં પિતા સાંજનાં સમયે તેને સ્કૂલમાં મુકવા ગયા હતા. ત્યારબાદ તેઓ મજૂરી કામે જતા રહ્યા હતા. સાંજના સમયે ફરિયાદી મહિલા ઘરે આવતા દિકરી ન હોવાથી આસપાસમાં તપાસ કરી હતી. જોકે સગીરા મળી આવી ન હતી. જો કે મોડી રાત્રે જ્યારે તે ઘરે પરત આવી ત્યારે સગીરાએ માતાને અને પરિવારજનોને જણાવ્યું હતું કે શાળાથી તે પરત ફરી રહી હતી ત્યારે અશોક અને તેની સાથેના એક યુવકે બળજબરીથી પકડી બાઈક પર બેસાડી હતી. જેથી સગીરાએ બુમાબુમ કરવાની કોશીશ કરતા મોઢું દબાવી દિધુ હતું.
બન્ને યુવકો સગીરાને અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા. જ્યા આરોપી અશોકે સગીરાનાં મો પર ચુંબન કરવાનું શરૂ કર્યું હતું, જોકે સગીરાએ ઘરે જવુ છે કહીને રડવાનું શરૂ કરતા આરોપી અશોકે તેને રિક્ષામાં બેસાડી રિક્ષાચાલકને સગીરાને પલક ત્રણ રસ્તા પાસે ઉતારી દેવાનું જણાવ્યું હતું. ત્યારબાદ રિક્ષાચાલક સગીરાને ઉતારી જતા સગીરા ચાલતી ચાલતી ઘરે પહોંચી હતી. પરિવારને હકીકત અંગે જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ અને પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી અન્ય ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે. ત્યારે હકીકત એ પણ છે કે પોલીસના પેટ્રોલીંગના દાવા આવા બનાવથી પોકળ સાબિત થયા છે.
આરોપીઓ ડાબેથી જમણે
1) અશોક ડાભાણી ઉ.વર્ષ .21 રહે- રામપીર ટેકરો
2) અમિત પરમાર ઉ.વર્ષ 22 રહે- રામપીર ટેકરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube