અતુલ તિવારી/અમદાવાદ: અમદાવાદના એસજી હાઈ-વે વૈષ્ણવ દેવી સર્કલ પાસે ગત મોડીરાત્રે એક દુર્ઘટના બની છે. વૈષ્ણવ દેવી સર્કલની આસપાસ અનેક મોટી હાઈરાઈસ બિલ્ડિંગો બની રહી છે, ત્યારે જાસ્મીન ગ્રીન 1માં દિવાલ ઘસી પડવાની ઘટના બની છે. આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી, પરંતુ બાજુની સોસાયટીમાં પાર્ક કરેલી બેથી ત્રણ કાર ખાડામાં પડી ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, એસજી હાઈ-વે વૈષ્ણવ દેવી સર્કલ પાસે આવેલ જાસમીન ગ્રીન 1 પાસે નવી બની રહેલી બિલ્ડીંગના ખોદકામને કારણે ગત મોડીરાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં બાજુના હાઇરાઈઝ બિલ્ડીંગની દીવાલ ધરાશાયી થતા પાર્ક કરાયેલી ગાડીઓ ખોદકામ કરાયેલા ખાડામાં 3 થી 4 ગાડીઓ ખાબકી છે. એટલું જ નહીં નવી બની રહેલી બિલ્ડિંગના ખોદકામમાં બે માળ ઊંડા ખાડામાં ધડાધડ એક પછી એક કાર ખાબકતા લોકો દોડી આવ્યા હતા. 


'હાર્દિકને કેમ ચૂંટણી વર્ષમાં પાટીદારો પરના કેસ યાદ આવ્યા? દિલીપ સાબવાના આકરા પ્રહાર સાથે વિડીયો વાયરલ


તમને જણાવી દઈએ કે અહીં નવા બિલ્ડીંગના બાંધકામ સંદર્ભે બેઝમેન્ટ પાર્કિંગ બનાવવાની કામગીરી ચાલી રહી હતી, જેમાં બાજુના બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થતાં તેમના બેઝમેન્ટમાં પાર્ક કરાયેલી કેટલીક ગાડીઓ ખાબકી છે. છેલ્લે મળી રહેલા અહેવાલો પ્રમાણે હજુ પણ બેથી 3 માળ જેટલા ઉંડા ખાડામાં હજુ કેટલીક વધુ કાર ખાબકે એવી સ્થિતિ દેખાઈ રહી છે. 


આ ઘટના સંદર્ભે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં 2001ના ભૂકંપની યાદ આવી ગઈ. જ્યાં દિવાલ ધરાશાયી થઈ છે તેઅદાણી ગેસની પાઈપલાઈન પર પડી છે. એટલું જ નહીં, આ ઘટનામાં અંડરગ્રાઉન પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પણ થયું છે. આ ઘટનાની માહિતી ફાયર બ્રિગેડને મળતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જે જગ્યાએ દિવાલ ઘસી ગઈ છે ત્યા નજીકમાં કંસ્ટ્રક્શન કંપનીનું કામ ચાલી રહ્યું છે. જાસ્મીન ગ્રીન 1માં દિવાલ ઘસી પડવાની ઘટના બની છે.