મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં વધારે એક કોન્સ્ટેબલ વિશાલ ડાભી દ્વારા ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. વિશાલ ડાભીએ સેટેલાઇટના પ્રેરણાતિર્થ દેરાસર નજીક શુભ દર્શન એપાર્ટમેન્ટ ખાતેના પોતાના ઘરે આપઘાત કરી લેતા સેટેલાઇટ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. બે મહિના પહેલામૃતક કોન્સ્ટેબલની ખેડાથી અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બદલી થઇ હતી. જો કે આત્મહત્યા અંગેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂ CORONA ને નાથવા માટે જરૂરી, જાન્યુઆરીમાં પણ લંબાઇ શકે: હાઇકોર્ટ


વિશાલ ડાભીની ઉંમર માત્ર 27 વર્ષની હતી. તે પ્રેરણાતીર્થ દેરાસર નજીક આવેલા શુભ દર્શન એપાર્ટમેન્ટ ખાતે રહેતો હતો. 2013માં વિશાલ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ગુજરાત પોલીસમાં જોડાયો હતો. મુળ ધંધુકાનો રહેવાસી હતો અને પોતાનાં ગામના મિત્રો સાથે શુભ દર્શન એપાર્ટમેન્ટ ખાતે રહેતો હતો. જો કે તે છેલ્લા થોડા સમયથી ડિપ્રેશનમાં હતો. બે મહિના પહેલા જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાંથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે બદલી થઇ હતી. હાલ તો પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે. તેના મિત્રો અને પરિવારની પુછપરછ કરવામાં આવશે. વિશાલ અપરણિત હતો. 


Gujarat Corona Update: નવા 990 કોરોના દર્દી, 11181 સાજા થયા, 08 દર્દીઓનાં કોરોનાને કારણે મોત

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બદલી થયા બાદ તે સતત માનસિક તાણમાં હોય તેવું લાગી રહ્યું હતું. ઘટના અંગે માહિતી મળતાની સાથેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી હતી. કોન્સ્ટેબલનો મૃતદેહ નીચે ઉતારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે યુવક પાસેથી કોઇ પણ પ્રકારની સુસાઇડ નોટ કે અન્ય કોઇ પણ વસ્તુ મળી આવી નથી. હાલ તો પોલીસ દ્વારા આત્મહત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. તેના પરિવારને પણ ઘટના અંગે જાણ કરી દેવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube