મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદમાં પિતા અને પુત્રીના સંબંધને દાગ લગાડનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાની પુત્રી પર જ પિતાએ નજર બગાડીને શારીરિક અડપલાં કરી તેની આબરુ લેવાની કોશિષ કરી હોવાની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સગીરાની માતાએ જ પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હેવાન પિતાની ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી પર પોતાની જ દીકરી પર નજર બગાડી છેડતી કરવાનો આરોપ છે અને ખુદ આરોપીની પત્નીએ જ આ અંગે પોલીસને ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક હેવાન પિતાની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્ન પહેલાં શરીર સંબંધોને બળાત્કાર ન કહી શકાય, ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો


બનાવની હકીકત એવી છે કે અમદાવાદનાં વટવા વિસ્તારમાં રહેતી એક મહિલાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ સમક્ષ હકીકત જણાવી હતી કે 12મી જુલાઈ બુધવારનાં દિવસે મહિલા પોતાના એક બાળકને તબીયર સારી ન હોવાથી ડોકટર પાસે બતાવવા લઇ ગયેલી દરમ્યાન ઘરે 10 વર્ષની સગીરા દિકરી તેમજ પતિ હાજર હતો. 


વિપુલ ચૌધરીને કેસરિયો ન ફળ્યો, કોની નજરે ચડી ગયા, હવે ફરી જવું પડશે જેલમાં...


બાદમાં થોડા સમય પછી મહિલાને એક સંબંધીએ ફોન કરીને જાણ કરી હતી કે મહિલાની દિકરી રડતા રડતા તેઓની પાસે આવી છે અને તેના પિતાએ તેની સાથે અજુગતુ કર્યું છે. આ અંગે જાણ થતા મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તરત જ તેઓ દવાખાનેથી સંબંધીના ઘરે પહોંચ્યા હતા. 


અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર, ઢોર અંકુશ પોલિસીને મંજૂરી, વાંચી લેજો આ નિયમો


આ અંગે દિકરીને પૂછતા તેણે રડતા રડતા માતાને જણાવ્યું હતું કે માતા દવાખાને ગઈ ત્યારે બપોરના સમયે સગીરા ઘરમાં રસોડામાં કામ કરી રહી હતી. જે દરમિયાન અચાનક જ તેનો પિતા ત્યાં આવી પહોંચ્યો હતો અને સગીરાની શરીરે અડપલાં કરવાનાં શરૂ કર્યા હતા. સગીરાએ પ્રતિકાર કરતા નરાધમ પિતાએ તેને લાફો માર્યો હતો અને જેના કારણે તે નીચે પડી ગઈ હતી. જોકે સગીરાએ હિંમત ન હારી અને તે દોડીને નજીકમાં જ રહેતા સંબંધીને ત્યાં ગઈ હતી અને આ અંગે તેઓને જાણ કરી હતી.


મિત્રો બનાવતાં પહેલાં વિચારજો! જન્મદિવસની પાર્ટીંમાં આવેલા મિત્રોએ જ મિત્રનું અપહરણ


સગીરાની માતાએ આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોતાના પતિની કરતુત અંગેની ફરિયાદ કરી હતી. જેથી વટવા પોલીસે ફરિયાદીના ઘરે જઈને નરાધમ પિતાને પકડી પોલીસ સ્ટેશન લાવી તપાસ શરૂ કરી હતી. આ અંગે મહિલાએ પતિ સામે દિકરી સાથે અડપલાં તેમજ મારમારીની કલમો અને પોકસો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી હેવાન પિતાની ધરપકડ કરીને મેડીકલ તપાસ માટેની તજવીજ હાથ ધરી છે.